BILIPATRA

ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીત ને ચાહનાર લોકો ના હૃદય જે કલાકાર બેલડી નું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ " રાસભાઈ " કહી ને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.

આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીત ના શ્રવણથી જૂની પેઢી ના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુ થી એક યુ ટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો.
આજે ૨૩ જુન મુરબ્બી રાસભાઈ નો જન્મદિન આ ચેનલ નો આરંભ કરવા આનાથી રૂડો બીજો કયો અવસર હોય !?

તો આ સ્વર - યુગલ ના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસ ની એક ખુબજ સુંદર રચનાથી આ ચેનલ નો શુભારંભ કરીયે.


It is hereby declared that the puepose of music and the material presented here is for pure joy and entertainment, The presentations are completely non commercial. All rights credits are reserved with the original creaters.