Gyan katha

નમસ્કાર મિત્રો
અમારી જ્ઞાન કથા ચેનલમા આપનુ હાર્દિક સ્વાગત કરીએ છીએ.
જ્ઞાન કથા શરુ કરવા પાછળ ના બે કારણો છે
(1) છેલ્લા ઘણા સમયથી શાળામા શૈક્ષણિક કાર્ય બંધ છે , ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ છે પરંતુ બધા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી
અને જે વિદ્યાર્થીઓ ભણે છે તે પણ નિયમિતતા ન જળવાતા જેવુ પરીણામ મળવુ જોઈએ તેવુ મળતુ નથી.એમા પણ ગણિત જેવા વિષયમા તો ઘણી મહેનતની જરૂર હોય છે.
(2) થોડ સમય પહેલા આર્મીની ફીજીકલ પરીક્ષા ગઈ જેમા ઘણા મિત્રો અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓ પાસ થયા જેઓ હવે લેખિત પરીક્ષાની તૈયારીઓ કરે છે નાના ગામડાઓમા એના માટે કોઈ જ માહોલ હોતો નથી વિદ્યાર્થીઓ મુંજાય કે કોઈ ટોપિક ના સમજાતો હોય તો એ આગળ તૈયારીઓ કરી શકતો નથી
કોરોના બીમાર ના કારણસર વિદ્યાર્થીઓ ને ભેગા કરી શકાય તેમ નથી.

તો એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા મિત્રો ને કંઈક ઉપયોગી થઈ શકાય એવા હેતુસર પ્રયત્ન કરીએ છીએ
તો આપ સૌ મિત્રોને અમારુ કામ ગમશે
એવી આશા સાથે
આપ મિત્રો પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને અમારો ઉત્સાહ વધારશો

જય હિન્દ
જય ભારત .
#gyankatha
#Juvansinhgohil