Chintan Khokhar Vlog

આજે પૈસા કમાવાની લાયમાં માણસ ભુલી ગયો છે કે તેની કમાણી તેના પોતાના જ પરિવાર માટે છે, પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી. "પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ" જેવું વાતાવરણ સમાજમાં દેખાય છે ત્યારે આનાથી વિરુદ્ધ અમે પરિવારને મુખ્ય અને પૈસાને ગૌણ ગણ્યો છે.

આપ જોશો કે અમે સૌ સાથે મળીને દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવીએ છીએ. સુખ દુઃખની તમામ ક્ષણોને એકબીજા સાથે વહેંચીને અમે "હું નહિ અમે (अहम नहीं वयम)" સુત્રને સાર્થક કર્યું છે. અમે અમારું રોજિંદુ જીવન જેવું છે તેવું, વિડિયોઝ દ્વારા આપના સુધી પહોંચાડવાનો નાનકડો નિર્દોષ પ્રયાસ કરીએ છીએ.

અમે દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગથી રંગે ચંગે ઉજવીને ખુશી વહેંચીએ છીએ અને કદાચ તેથી જ અબાલ વૃદ્ધ સૌ સાથે બેસીને વિડિયોઝને માણે છે.
વ્યસનમુક્ત સમાજ જોવા માટે અમે વ્યસનોને અમારાથી જોજનો દૂર રાખ્યા છે અને સારા શબ્દો સાંભળવા માટે અમે અપશબ્દોને ટાટા બાય બાય કીધું છે.

અમારા જીવનમાં ઈશ્વર કેન્દ્રસ્થાને છે, તેના થકીજ અમે છીએ તેવું માનવામાં અમને જરાય નાનપ નથી. અને આપ સૌ સાથે જ આગળ વધવા માંગીએ છીએ

જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર !

[email protected]