BHALKA PURNIMA SAMITI

પૂનમના દિવસે ભાલકાતીર્થ ગીર સોમનાથ ખાતે ભાલકેશ્વર ભગવાનને આહીર સમાજ તેમજ અન્ય બિજા સમાજોના હજારો લોકો પૂનમ ભરવા પધારે છે.
આ પૂર્ણિમાના દિવસે આહીર સમાજ પૂનમ સમિતિ તેમજ આહીર સમાજ દ્વારા વિવિધ આયોજન કરી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ક્રમ પ્રમાણે જે યજમાને ધ્વજા તેમજ કથાનુ નામ નોંધાવેલ હોય તે યજમાન પૂજન અર્ચન કરે છે. ભૂદેવો સત્યનારાયણ-ધવ્જાજીનુ પૂજન કરે છે. એકતરફ હજારો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે અને એક તરફ લોકો ભાલકાવાળાની ભકિતમાં લીન થાય છે. શાસ્ત્રીશ્રી ડૉ.મહાદેવ પ્રસાદજી દ્વારા સત્યનારાયણ કથાનુ વાંચન કરવામાં આવે છે અને દર વખતે એક નવા ધાર્મિક વિષય પર ભાવીક ભકતોને જ્ઞાન પીરસે છે. કથા વિરામ બાદ દરેક ભગવાનના ભકતો સત્યનારાયણજીનો પ્રસાદ ગ્રહણ કરી છુટા પડે છે.
ભાલકાતીર્થની આ પવિત્ર ભૂમિ પર ૨૦૧૫માં ભાગવત સપ્તાહનુ વૈશ્વિક આયોજન થયેલુ હતુ જેમાં લાખો લોકો પધારી કથાને ઐતિહાસીક બનાવી હતી ત્યારબાદ તાજેતરમાં જ સુવર્ણ શિખર ધર્મધ્વજા મહોત્સવમાં પણ લાખો લોકો દ્વારકા ભાલકાની રથયાત્રા તેમજ ભાલકાતીર્થના મહોત્સવમાં પધારી વિશ્વ વિક્રમ પણ નોંધાવેલ.એ રીતે કહી શકાય કે શ્રી કૃષ્ણકૃપા હી કેવલમ જય દ્રારકેશ