The Pakka Foodie

સ્વાગત છે તમારું આપણી ચેનલ "ધ પક્કા ફૂડી " માં જ્યાં આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. ચેનલ વિશે વાત કરીએ તો આપણા ગુજરાતમાં ઘણા બધા ફૂડ એવા છે કે જે ડિજિટલ માર્કેટિંગ અને ઈન્ટરનેટ માર્કેટિંગ ની જાણકારીના અભાવે સારી રીતે લોકોમાં પહોંચી નથી રહ્યા. તો એવા ફૂડ કે જે લોકો સુધી પહોંચી નથી શકતા એમને ઈન્ટરનેટના માધ્યમ થી લોકો સુધી પહોંચાડવું એ આપનો ધ્યેય છે.

ફૂડનો વ્યવસાય કરે છે એમને તો ફાયદો છે જ પણ લોકો કે જે વિડીયો જોવે છે એને પણ ફૂડ ની ક્વોલોટી, ફૂડની કિંમત અને સરનામું તમામ માહિતી મળી રહે છે. ગુજરાત ના જુદા જુદા શહેર ના ફૂડ ને દુનિયાભરમાં ફેમસ કરવા કે જે હકીકતમાં ડિઝર્વ કરે છે. ચેનલ ને લોકો અલગ અલગ દેશો માં જોવે છે કે જે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે એમના ફોન પણ આવે છે કે આવા વિડીયો મૂકતાં રહો.

ખાસ કરી ને જે વાત સારી લાગી એ ઘણા બધા લોકો આપણા વિડીયો જોયી ને નવી નવી વાનગીઓ બનાવની રીત પણ શીખે છે અને ઘણા બધા ભાઈઓ બહેનો એ સ્ટાર્ટઅપ પણ કર્યું છે. ચેનલ તમારા બધા માટે છે.

તમે પણ કોઈ ફૂડ ની જગ્યા નો વિડીયો બનાવવા માંગો છો તો ચોક્કસ થી અમને જાણ કરો.
ફોન નંબર - 9909406346