G Yaansh Vlog

કેમ છો દર્શક મિત્રો...

મારું નામ અંકિત શાહ છે અને હું અમદાવાદ માં રહુ છું.
મિત્રો આજના આધુનિક યુગ માં લોકો નું જીવન અતિશય તણાવ પૂર્વક બની ગયું છે કારણ કે આજે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા ખુબ જ અથાગ પ્રયત્નો કરે છે.

આટલી ભાગદોડ અને તણાવ યુક્ત જીવન માં થી થોડો સમય કાઢી ને થોડા થોડા સમયાંતરે લાઈફ ને નાનકડો બ્રેક આપવો જરૂરી છે.

મિત્રો મોંઘી અને મોટી જગ્યાએ ફરવા જવાથી જ જીવન નો સ્ટ્રેસ ઓછો થાય છે એવુ નથી. હું પોતે એક નોકરિયાત માણસ છું જે પોતાના પરિવાર ની જવાબદારી અને પરિવાર નું ગુજરાન ચલાવવા અઠવાડિયા માં 5 દિવસ નોકરી કરે છે પરંતુ સમય કાઢી ને હું અલગ અલગ જગ્યાએ ફરી ને વલોગ્સ બનવું છું.

મિત્રો સમય મળવાનો નથી પરંતુ સમય કાઢવાનો છે. ફરીલો... હસીલો.... રમીલો.... ફરીથી નાના બાળકો બની જાવ.

હું આશા રાખું છું કે મારાં વિડીયો તમને પસંદ આવતા હશે.
જો તમારા કોઈ પણ સૂચનો હોય તો મને જરૂર થી મારાં નીચે જણાવેલ EMail પર જણાવજો.

[email protected]

અને આવીજ રીતે તમારો સાથ અને સહકાર મને આપતાં રહેજો..

તમારા બધાજ લોકો નો ખુબ ખુબ આભાર 🙏.

🙏जय श्री राम 🙏
🙏जय श्री बजरंगबली 🙏