Bhikhudan Gadhvi

Welcome to Bhikhudan Gadhvi Official
For More Info, Please Visit
https://en.wikipedia.org/wiki/Bhikhudan_Gadhvi
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ તેઓ જુનાગઢ ખાતે રહે છે.
ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરસ્કાર પણ સન્માનિત કરવામાં આવ્યા છે.