પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી ll કીર્તન લખેલ છે
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2024-02-25
Просмотров: 812360
#shreeharisatsang #jayshreebenbaldha #satsang #newbhajan2024 #mahadev
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
પાર્વતીજી તો શિવજી ને કહે છે
અમને રૂડી હાંસડી ઘડાવો મહાદેવજી
હાંસડી પેરીને મારે પિયરયે જવું રે
હાંસડી પેરાની અમને હામ રે મહાદેવજી
નથી રે સોનાયા સતી નથી રે રૂપૈયા
શેની તમને હાંસડી ઘડાવું રે પાર્વતી
અમારા દાદાએ તમને પોઠીયો રે દીધો
એની અમને હાંસડી ઘડાવો રે મહાદેવજી
તમારા દાદા એ અમને પોઠીયો રે દીધો
ઈ લેણાં મા ગયો રે પાર્વતી
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
પાર્વતીજી તો શિવજી ને કેય છે
જઈ રે માતાજી ને કેય રે મહાદેવજી
પાર્વતીજી એ રથડા શણગારા
પિયરીયા માં કરો વસવાટ રે મહાદેવજી
માતાજી અમને હાંસડી ઘડાવો
હાંસડી પેરાની અમને હામ રે મહાદેવજી
હીર અને ચિર સતી અમે નથી પેરા
વસ્ત્ર પેરીને ભવ ગાળા રે પાર્વતી
છપ્પન ભોગ સતી અમે નથી જમ્યા
ટુકડો જમીને ભવ ગાળા રે પાર્વતી
મેડીને મોલ સતી અમે નથી જોયા
ઝૂંપડી માં વસી ભવ ગાળા રે પાર્વતી
સવા મણ સોનું ને અધમણ રૂપુ
એની તમને ટીલડી ઘડાવું પાર્વતી
ટીલડી ચોડી ને સતી સાસરે સિધાવો
સાસરિયા માં કરો વસવાટ રે પાર્વતી
હીર ને ચિર તમે પેરો રે પાર્વતી
વસ્ત્ર અતિથિ ને આપો રે પાર્વતી
મેડી ના મોલ મા રહો રે પાર્વતી
ઝૂંપડી અતિથિ ને આપો રે પાર્વતી
છપ્પન ભોગ તમે જમો રે પાર્વતી
ટુકડો અતિથિ ને આપો રે પાર્વતી
પાર્વતી ની હાંસડી જે કોઈ ગાશે
હાંસડી પેરીને સતી પિયર પધારા
આવી સાસરિયા માં વસા રે પાર્વતી
પાર્વતી ની હાંસડી જે કોઈ ગાશે
ગાશે વાશે ને ગંગા નાશે રે પાર્વતી
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: