ચટપટુ ગિરનારી ભુંસુ એક મહિનામાંજ લોકોમા ખૂબ ફેમસ થયુ | માર્કેટિંગ જોબ છોડી ખૂદનો ધંધો શરૂ કર્યો
Автор: Gujju box
Загружено: 2025-06-20
Просмотров: 13845
Girnari Bhusu
Near The One world
Between Sheetal park circle to Ayodhya circle,
150 feet ring road,
RAJKOT
Mobile no. : 8849347631 (Vimal Joshi)
Timings: 1.00 PM to 8.00 PM
ઘણા વર્ષો સુધી માર્કેટિંગ ની જોબ કર્યા પછી વિમલભાઈ ને આપ બળે કંઈક કરવાની ઈચ્છા થઈ અને લોકોને મેંદા વગરનું એક નમકીન કે જેમાં કંઈક એક્સપેરિમેન્ટ કરી લોકોને અનોખો સ્વાદ પીરસવાની ઈચ્છા સાથે એમણે શીતલ પાર્ક ચોકડી પાસે એક નાનકડા બાંકડા ઉપર ભૂંસું વેચવાની શરૂઆત કરી.
મિક્સ નમકીનમાં મસાલા સિંગ ડુંગળી અને ખાટી મીઠી તીખી ચટણી એડ કરી અને લોકોને સરસ મજાની ચાટ જેવી એક ડિશ ખવડાવે છે.છેલ્લા એક મહિનામાં એમની આ મહેનત રંગ લાવી અને હવે એમનો સારો એવો કસ્ટમર બેઝ બની ગયો છે.
એમની એક ડિશનો ભાવ ₹40 રાખવામાં આવ્યો હતો પણ એમને ખાસ કરીને આસપાસના કોર્પોરેટમા કામ કરતા લોકો માટે એક ખાસ સ્ક્રીમ ઊભી કરી અને પાંચ ડિશ ઉપર એક ડીશ ફ્રી અને નોર્મલ કસ્ટમર માટે એક ડીશ ઉપર 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેથી વધુ ને વધુ લોકો સુધી તેઓ પોતાના આ ગિરનારી ભૂંસાનો સ્વાદ પહોંચાડી શકે.
આમ તો ભેળ અને ચવાણાના ચાહકો માટે આ એક અલગ પ્રકારનો અનુભવ રહેશે અને મેં જ્યારે વસ્તુ ટેસ્ટ કરી તો મને થોડી ક્રિસ્પી પણ લાગી અને ચટપટી પણ લાગી.
જોકે કોઈ કારણોસર પોતાનું લોકેશન એણે નજીકમાં ફેરવ્યું છે શીતલ પાર્ક ચોકડી થી અયોધ્યા ચોક જતા ધ વન વર્લ્ડ બિલ્ડીંગની નજીક તેઓ પોતાની એક કેબિન રાખી ઉભા રહે છે રાખે છે. સમય બપોરે 1 થી 8, જો તમે પણ આ ભુંસુ ટેસ્ટ કર્યુ હોયો તમે મારો અનુભવ અહી જરૂર લખજો.
#streetfood #food
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: