પ્રગટેશ્વર ધામ આછવણી- શ્રીમદ્દ ભાગવત કથા - DAY -07
Автор: MAHESH PATEL
Загружено: 2025-12-30
Просмотров: 926
કૃષ્ણ-સુદામા ચારિત્ર્ય
પ્રગટેશ્વર ધામ આછવણી- શ્રીમદ્દ ભાગવત કથા –
પ્રગટેશ્વર ધામ આછવણીના ૪૨મા પ્રાગટ્ય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં તા. ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી યોજાનારી ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત એવી શ્રીમદ્દ ભાગવત કથાને તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના દિને વિરામ અપાયો હતો. નવોદિત યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ એવી આ સાત દિવસીય ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનો મહોત્સવ બની રહ્યો હતો. દિક્ષા પ્રાપ્ત કર્યા બાદ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે યોજાઇ રહેલી આ શ્રીમદ્દ ભાગવત કથા કશ્યપભાઈ જાનીની પ્રથમ જાહેર કથા હતી. સાત દિવસની આ કથામાં અનેક સંતો, મહંતો, કથાકારો, અગ્રણીઓ, ભૂદેવોએ ઉપસ્થિત રહી યુવા કથાકાર કશ્યપભાઇ જાનીને શુભકામનાઓ આપી સફળતાના આશીર્વાદ પાઠવ્યા હતા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: