ગીતા મહાત્મ્ય શુદ્ધ ગુજરાતી સાચી સમજણ sachi samjan
Автор: સાચી સમજણ
Загружено: 2025-10-31
Просмотров: 76
sachi samjan
vairl video
#bhaktivideo
#motivation
#vairalvideo #video
#sachisamjan
#geetagyan
#geetasaar
#geetakagyan
શૌનક કહે : હે સૂતજી ! અતિ પૂર્વકાળના મુનિ શ્રીવ્યાસજીએ કહેલુ તથા શ્રુતિઓમા વર્ણવેલુ ગીતાજીનુ માહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહો.સૂતજી કહે : આપે જે પુરાતન અને ઉત્તમ ગીતામાહાત્મ્ય પૂછયુ તે અતિશય ગોપનીય છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતામાહાત્મ્યને સંપૂર્ણપણે તો શ્રીકૃષ્ણ જ જાણે છે; કંઈક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ, શુકદેવ, યાજ્ઞવલ્કય અને જનક વગેરે તેને થોડુઘણુ જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણોપકર્ણ સાંભળી લોકમા વર્ણવ્યુ છે. તે રીતે શ્રીવ્યાસજીના મુખથી મે જે સાંભળ્યુ છે તે આજે હુ આપને કહુ છુ. જે આપોઆપ શ્રીવિષ્ણુભગવાનના શ્રીમુખકમળમાથી પ્રકટ થયેલી છે, એ શ્રી ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય
છે. બીજા શાસ્ત્રોના સંગ્રહનો શુ અર્થ ? ગીતા ધર્મમય, સર્વ જ્ઞાનની પ્રકાશક તથા સર્વ શાસ્ત્રમય છે. માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે.જે મનુષ્ય આ ઘોર સંસારસાગર તરી જવા ઇચ્છે છે, તે ગીતારૂપી
નાવ પર ચઢી સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતાશાસ્ત્રનો સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે; તે ભય, શોક આદિથી રહિત થઈ શ્રીવિષ્ણુપદ પામે છે. ગીતાનુ જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યુ નથી, છતા જે મોક્ષ ઇચ્છે છે; તે મૂઢ આત્મા બાળકની જેમ હાસ્યપાત્ર થાય છે. જેઓ રાતદિવસ ગીતાશાસ્ત્રનુ અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે, તેઓને મનુષ્ય નહિ, પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે, પણ ગીતારૂપી જળમા એક વાર સ્નાન કરવાથી સંસારરૂપી મેલનો નાશ થાય છે.જે મનુષ્ય પોતે ગીતાશાસ્ત્રનુ અધ્યયન કરતો નથી કે કરાવતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યુ નથી, તેમ જ જેને તેનુ જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી, તે મનુષ્યલોકમા ભટકતા ડુક્કર જેવો જ છે. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમા નથી. જે ગીતા વાંચે છે, પણ ગીતાના અર્થનુ મનન કરતો નથી, કે તેવુ આચરણ કરતો નથી એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી તેના આચાર, વ્રત, તપ અને યશને ધિક્કાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામા આલેખાયેલુ નથી, તે વેદમા, વેદાંતમા પણ નિસિદ્ધ હશે. આથી તેને નિષ્ફળ, ધર્મરહિત અને આસુરી સમજવુ. જે મનુષ્ય રાત-દિવસ સૂતા, જાગતાંમ, બોલતા, ચાલતા અને ઊભા રહેતા ગીતાનુ ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે.યોગીઓના સ્થાનમા, સિદ્ધોપીઠોમા, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામા, યજ્ઞસ્થળે અથવા વિષ્ણુભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જય શ્રી કૃષ્ણ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: