આવા ભજન ગાઓ તો કનૈયાને ગમે / આવ્યા કનૈયાના તેડા/મારે જાવું ગોકુળ ગામ/Mast Bhajan/Kirtan
Автор: Satya Dharm
Загружено: 2025-06-12
Просмотров: 1060
આવ્યા કનૈયાના તેડા રે મારે જાવું ગોકુળિયા ગામ.(૨)
કાનાના નામની ચુંદડી ઓઢુ
ચુંદડીમાં ઝીણી ટીલડી મુકાવું.
એમાં ત્રિકમજી લખાવું રે.
મારે જાવું ગોકુળિયા ગામ...... આવ્યા કનૈયાના
કાનાના નામનું ટેટુ પડાવું
એમાં કનૈયો નામ લખાવું
એમાં મોરલિયો ચિતરાવું રે.
મારે જાવું ગોકુળિયા ગામ...... આવ્યા કનૈયાના
કાનાના નામનો ચુડલો પહેરું
ચુડલામાં રૂડી ચીપો મુકાવું
એમાં ચિત્તચોર લખાવું રે.
મારે જાવું ગોકુળિયા ગામ..... આવ્યા કનૈયાના
કાનાના નામનો કંદોરો પહેરું
કંદોરામાં ઝીણી ઘુઘરી મુકાવુ.
એમાં ઘનશ્યામજી લખાવું રે.
મારે જાવું ગોકુળિયા ગામ..... આવ્યા કનૈયાના
કાનાના નામની મહેંદી મુકાવું
દિલવાળી હું ડિઝાઇન મુકાવું
એમાં રાધેશ્યામ લખાવું રે
મારે જાવું ગોકુળિયા ગામ.
આવ્યા કનૈયા ના તેડા રે મારે જાવું ગોકુળિયા ગામ (૨)
હું મૈયારણ મૈદાવેતથી રાધા મારુ નામ રે.
રાધા મારુ નામ રે.
મળવું હોય તો આવજે કાના બરસાના મારુ ગામ રે.
વ્હાલા બરસાના મારુ ગામ રે.
બોલ બોલ રાજા રણછોડ ની જય જય જય
બોલ બોલ કૃષ્ણ કનૈયા ની જય જય જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: