યમુના કિનારે વાલો પતંગ ચગાવે || ભક્તિ આહીર | Valo Patang Chagave
Автор: Bhakti Ahir
Загружено: 2026-01-09
Просмотров: 28224
યમુના કિનારે વાલો પતંગ ચગાવે || ભક્તિ આહીર | Valo Patang Chagave #bhakti #gujarati #utrayan #krishna #bhajan
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન મંડળ
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
યમુના કિનારે વાલો પતંગ ચગાવે
પતંગ ઉડાડે વાલો રાધાને તેડાવે
યમુના કિનારે વાલો પતંગ ચગાવે
સાત સાત રંગની વાલે દોરીઓ રંગાવી
દોરીયે દોરીયે મોતીડા પરોવ્યા
આવો રાધારાણી આપણે પતંગ ચગાવીએ..યમુના કિનારે....
સાત સાત રંગની વાલે પતંગ બનાવી
પતંગે પતંગે હીરલા ટંકાવ્યા
આવો રાધારાણી તમે પકડો પતંગ દોરી..યમુના કિનારે....
બ્રહ્મલોકથી બ્રહ્માજી આવ્યા
સાથે બ્રહ્માણીજીને લાવ્યા
આવો રાધારાણી આપણે પતંગ ચગાવીએ..યમુના કિનારે....
કૈલાસધામ થી શિવજી રે આવ્યા
સાથે પાર્વતી માતાને લાવ્યા
આવો રાધારાણી તમે પકડો પતંગ દોરી..યમુના કિનારે....
વૈકુંઠ ધામથી વિષ્ણુજી આવ્યા
સાથે લક્ષ્મીજી ને લાવ્યા
આવો રાધારાણી આપણે પતંગ ચગાવીએ..યમુના કિનારે....
ઊંચે આકાશે વાલાની પતંગ ચગી છે
ફીરકી શોભે છે રાધાના હાથમાં
દેવોએ પુષ્પ ની વર્ષા કરી છે..
યમુના કિનારે....
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: