પર્વ પર્યુષણ સ્તવન - ૦૪ - પર્વ પર્યુષણ સેવો રે ભવિકા
Автор: Jain Video Hub
Загружено: 2020-08-07
Просмотров: 8693
Parv Paryushan Stavan #4
પર્વ પર્યુષણ સેવો રે ભવિકા, પર્વ પર્યુષણ સેવો.
શિવતરુ ફળનો મેવો રે ભવિકા, પર્વ પર્યુષણ સેવો.
શ્રેણિક પૂછે વીર પ્રભુને પર્વ પર્યુષણ સ્વામી
કઈ રીતે આરાધન કરીએ કહોને અંતરજામી.
વીર જિનેશ્વર ઉચ્ચરે વાણી અધિક અમીરસ મીઠી, સાંભળ શ્રેણિક કહું તુજ આગળ યોગ્ય છે સમ્યક્ દૃષ્ટિ.
ઉત્તમ પર્વે સંઘ સકળ મળી શ્રીજીન ચૈત્ય જુહારે,
સાધુ તણી ભક્તિ મન રંગે કરીએ કર્મ વિડારે.
કલ્પસૂત્ર સમાન ગણીને કલ્પસૂત્ર આરાધે,
ઓચ્છવ પૂજાથી સૂત્ર સુણીએ તન મન આતમ સાધે.
શ્રીજીનની પૂજા સાચવીએ આંગી ઓચ્છવ નો ઠાઠ,
પ્રભાવના રે વિવિધ પ્રકારે શ્રી સંઘમાં દિન આઠ.
સ્વામી વત્સલ જીન ઉછરંગે, વિમલ વાહન નૃપ કીનો,
ત્રીજા સંભવ ના પદ પામ્યા તેમ કરીએ થઈ લીનો.
અમારી પડહો બજાવે જગતમાં તેજ તજાવે આરંભ,
જેમ કુમાર નરેન્દ્ર લીનો, જશ કીર્તિ પુણ્ય અચંભ.
નાગકેતુની પેરે અઠ્ઠમ તપ ને, કરી પૂજીએ શુભ ધ્યાન,
સંઘ સકળ માંહોમાહે ખમાવે, નિષ્કપટે બહુમાને.
સંવત્સરી પડિક્કમનુ ભાવે, જે કરશે નરનારી,
પોસહ ને સામાયિક સાથે, પર્વ તિથિ સંભારે.
ઈત્યાદિક અનેક વિધિથી, જે જે ભાવ પ્રમાણે,
પર્વ આરાધે આત્મ શક્તિ, પહોંચે શિવપુર ધામે.
પર્યુષણ ચિંતામણી ગ્રંથમાં, ગજ સિંહ નૃપ અધિકારી,
એ પર્વ સાધી પુણ્ય સમાધિ, તીર્થંકર પદ પામે.
શ્રી જીન મુખે પર્વનો મહિમા, સાંભળી શ્રેણિક રાય,
અતિ આનંદે પર્વનું સેવન, દેશ સકળ વર્તાય.
તપગચ્છમાં ન્યાયાંભોનિધિવર, શ્રી સુરિ વિજ્યાનંદ,
વાચક લક્ષ્મી વિજય નાં શિષ્ય, કુમુદ વિજય ગુણચંદ.
શિષ્ય છે હિરવિજયજી તેના, તપ સંયમનું ધામ,
લઘુ બાળક જે લબ્ધિ ગાવે, પામે આતમરામ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: