IVF પ્રક્રિયાનો એકંદર ખર્ચ કેટલો થાય છે? | Dr. Parth Joshi, Indira IVF, Ahmedabad Centre
Автор: Indira IVF
Загружено: 2023-03-29
Просмотров: 9238
આ વિડિયોમાં, ડૉ. પાર્થ જોશી કે જેઓ ઈન્દિરા IVF હોસ્પિટલ અમદાવાદના સેન્ટર વડા છે, તેઓ કહે છે કે, આપણી જીવનશૈલી અને રોજિંદી આદતો આપણા પ્રજનન ક્ષમતા પર અસર કરી શકે છે. અનિયમિત ઊંઘ, કામનું પુષ્કળ દબાણ, મોટી ઉંમરે લગ્ન, બહારના ખોરાકનું નિયમિત સેવન વગેરે ગર્ભાવસ્થામાં વિલંબના કેટલાક કારણો હોઈ શકે છે. આપણે જોઈ શકીએ છીએ કે, એક વર્ષમાં લગ્ન કરનારા દર 10 યુગલોમાંથી 2 કે 3 યુગલો એક વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં પણ સંતાન પ્રાપ્તિમાં અસમર્થ હોય છે. તો તેનો ઉકેલ શું છે? સ્ત્રી કે પુરૂષ વંધ્યત્વ સમસ્યાઓનાં ઉકેલની મદદ માટે નિષ્ણાત ડૉક્ટરને મળો. IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ઘણા યુગલોને માતા-પિતા બનવા માટે મદદરૂપ સાબિત થયું છે. પરંતુ IVFનો ખર્ચ શું છે? તે જાણવા માટે વિડિયો જુઓ. ઇંદિરા IVF ખાતે સરળ શૂન્ય-ખર્ચ EMI વિકલ્પો સાથે IVF સારવાર મેળવવા માટે, કૉલ કરો: 18003094410
લોકોએ પરંપરાગત પદ્ધતિઓનો પ્રયાસ કરીને અથવા કોઈપણ અંધશ્રદ્ધા ધરાવતી માન્યતાઓને અનુસરીને તેમની સારવારમાં વિલંબ કરવો જોઈએ નહીં. સામાન્ય રીતે, 35 વર્ષથી વધુ ઉંમરના યુગલો, પીસીઓએસથી પીડિત સ્ત્રીઓ, અથવા જેમની વધતી ઉંમરને કારણે ઓછા ઇંડા બચ્યા હોય, નબળી ગુણવત્તાવાળા શુક્રાણુઓ અથવા નસબંધી સર્જરી ધરાવતા પુરૂષો, ફેલોપિયન ટ્યુબમાં સમસ્યાઓ, ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ/ગાંઠો, અથવા જે યુગલોને વારંવાર IUI નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હોય તેમને IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) સારવાર કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
IVFનો ખર્ચ કેટલો થાય છે?
IVF પ્રક્રિયાની સફળતા અને ખર્ચ, પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી પર ખૂબ આધાર રાખે છે. જ્યારે પરંપરાગત પદ્ધતિઓ માત્ર 10% થી 20%ની સફળતાનો દર આપે છે, સારા કેન્દ્રો પર IVF સારવાર લેવાથી તમારી સફળતાની તકો 70% સુધી વધી શકે છે.
મૂળભૂત IVFનો ખર્ચ:
મૂળભૂત IVF પ્રક્રિયાની કિંમતને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
હોસ્પિટલનો ખર્ચ: આમાં IVF નિષ્ણાતો, ગર્ભશાસ્ત્રીઓ અને એનેસ્થેટીસ્ટ (જેઓ ઓવમ પીક-અપ દરમિયાન એનેસ્થેસિયાનું સંચાલન કરે છે) ડૉક્ટર ફીનો સમાવેશ થાય છે. અન્ય ખર્ચમાં ઇન્ડોર ચાર્જ, ઓટી ચાર્જ, વોર્ડ એડમિશન ચાર્જ, બેઝિક લેબ ઇક્વિપમેન્ટ ચાર્જ, નર્સિંગ ચાર્જ, ટ્રાન્સવેજીનલ સોનોગ્રાફી અથવા અન્ય ટેસ્ટનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ખર્ચ દર્દીને રૂ. 25,000 થી રૂ. 30,000ની વચ્ચે થઈ શકે છે.
ઈન્જેક્શનની કિંમત: IVF પ્રક્રિયા દરમિયાન, સ્ત્રીને લગભગ 8 થી 13 દિવસ સુધી વિવિધ પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન ઓવ્યુલેશન દરમિયાન અંડાશયને વધુ ઇંડા બનાવવા માટે ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. આ ઈન્જેક્શન સારી ગુણવત્તાના છે, અને અધિકૃત ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવે છે તેની ખાતરી કરવા માટે ઉચ્ચ સ્તરની કાળજી લેવી જોઈએ. બીજું, IVF સેન્ટરમાં આ ઈન્જેક્શનનો ઉપયોગ થાય ત્યાં સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય કોલ્ડ ચેઈન સુવિધાઓ હોવી જોઈએ. એકંદર કિંમત રૂ. 80,000 થી રૂ. 95,000 સુધી હોઈ શકે છે.
ક્રાયોપ્રિઝર્વેશન ખર્ચ: IVF પ્રક્રિયા દરમિયાન સ્ત્રીના ગર્ભને ક્રાયોપ્રિઝર્વેશન અથવા ફ્રીઝ કરવા માટેની આ એક નવી ટેકનિક છે. અગાઉ, જ્યારે આ ટેકનિક વિકસાવવામાં આવી ન હતી, ત્યારે યુગલોને મુખ્ય બે પ્રકારના ગેરફાયદાનો સામનો કરવો પડ્યો હતો. જો ઇન્જેક્શન લેવાની પ્રક્રિયામાં ગર્ભ સ્થાનાંતરણ કરવામાં આવ્યું હોય, તો હોર્મોનલ અસંતુલન અથવા IVF ઇન્જેક્શનની આડઅસર થવાની સંભાવના વધારે છે, જે દંપતીની ગર્ભાવસ્થાની તકોને અસર કરે છે. જો સ્ત્રી આવી પરિસ્થિતિઓમાં ગર્ભવતી થઈ હોય તો પણ તે OHSS જેવી સમસ્યાઓથી પીડાઈ શકે છે.
ગર્ભના ક્રિઓપ્રીઝરવેશન અને તેમને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવાના ઘણા ફાયદા છે જેમ કે સફળતાની ઉચ્ચ તકો, OHSS જેવી ગર્ભાવસ્થાની કોઈ સમસ્યા નથી, વધુ સારી સલામતી વગેરે. ટ્રાન્સફર કરાયેલા ગર્ભની સંખ્યાના આધારે આ પ્રક્રિયામાં લગભગ રૂ. 10,000 થી રૂ. 30,000 ખર્ચ થઈ શકે છે.
તેથી, મૂળભૂત IVF પ્રક્રિયા દરમિયાન થયેલો એકંદર ખર્ચ રૂ. 1,25,000 થી રૂ. 1,50,000ની વચ્ચે હોઈ શકે છે.
અદ્યતન IVFનો ખર્ચ:
અહીં, IVF પ્રક્રિયાની સફળતાને વધારવા માટે 3 વધુ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.
બ્લાસ્ટોસિસ્ટ કલ્ચર: ગર્ભને ઇન્ક્યુબેટરમાં પાંચથી છ દિવસ સુધી રાખવાની ટેકનિક. આ સારા, સક્ષમ અને પ્રતિરોધક ગર્ભના વિકાસમાં મદદ કરે છે. તેનો સરેરાશ ચાર્જ લગભગ રૂ. 10,000 થી રૂ. 15,000 હોઈ શકે છે
લેસર-આસિસ્ટેડ હેચિંગ: ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરતા પહેલા ગર્ભના બાહ્ય આવરણમાં મુખ બનાવવાની તકનીક. આ ગર્ભને સરળતાથી આવરણમાંથી તોડીને ગર્ભાશયનાં આવરણ સાથે જોડવામાં મદદ કરે છે. આ તકનીકની કિંમત રૂ. 10,000 થી રૂ. 15,000 ની વચ્ચે હોઈ શકે છે.
ઇમ્પ્લાન્ટેશન આનુવંશિક પરીક્ષણ: આ તકનીક IVF દરમિયાન શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા ગર્ભને ઓળખવામાં અને પસંદ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિ સફળતાની તકો વધારે છે અને કસુવાવડ અથવા ગર્ભપાતનો દર ઘટાડે છે. આ પ્રક્રિયામાં લગભગ રૂ. 10,000 થી રૂ. 30,000 નો ખર્ચ થઈ શકે છે.
IVF માં આ અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને પુરુષ અથવા સ્ત્રીનાં ગંભીર વંધ્યત્વ સમસ્યાઓ ધરાવતા યુગલોને મદદ કરી શકે છે અને તેમની સફળતાનો દર 70% સુધી વધારી શકે છે. આ અદ્યતન પ્રક્રિયાઓનો મૂળભૂત IVF પ્રક્રિયા કરતાં રૂ. 40,000 થી રૂ. 50,000 વધુ ખર્ચ હોઈ શકે છે. ઇન્દિરા IVF પર અમે શ્રેષ્ઠ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સરળ EMI વિકલ્પો સાથે સસ્તી સારવાર યોજનાઓ પૂરી પાડીએ છીએ. માર્ગદર્શન માટે નોધાવો: 18003094410
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: