Science fair || Automatic water dispenser mashin || science ideas || soda shop idea ||New technology
Автор: with my flower
Загружено: 2025-11-23
Просмотров: 23
ઓટો મેટિક વોટર ડીસ્પેનસર મશીન
🔹મુખ્ય વિષય : - વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ ( STEM )
વિભાગ નંબર અને નામ : 4 A. વિકસિત / નવીન ટેકનોલોજી
કૃતિનું નામ : ઓટો મેટિક વોટર ડીસ્પેનસર મશીન
બાળ વૈજ્ઞાનિક ના નામ : 1.કુકડીયા કુલદીપ રાજેશભાઈ
2.કુકડીયા અજય રાજેશભાઈ
માર્ગદર્શક શિક્ષકનું નામ : રૂપારેલીયા હિરેનકુમાર વી.
શાળાનું નામ અને સરનામું : શ્રી બરવાળા પ્રાથમિક શાળા
ડાયસ કોડ : 24090401101
તા : જસદણ , જી : રાજકોટ
પ્રસ્તાવના -
આધુનિક યુગ માં ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો અભિનન ભાગ બની ગયો છે . પાણી માનવ જીવન માટે આવશ્યક અને સ્વસ્થ્ય પાણી પીવું સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. અત્યાર સુધીમાં ઘર કે સોડા સોપ પર ગુજરાત માં આ ઓટો મેટિક વોટર ડીસ્પેન્સર જોવા મળીયું નથી જેથી,આ નવી વિકસિત ટેક્નોલોજી થી પાણીની બચત સાથે જરૂર મુજબ પાણી ,સોડા કે જ્યુશ ને આધારે ઝડપથી અને સરળતાથી મેળવી શકીએ છીએ.મારી સરકારશ્રી ને નમ્ર વિનંતી છે આવા ટેકનોલોજી ના યુગમાં આવી સરસ નવી મશીનરીની પ્રાધાન્ય આપે.
કૃતિ બનાવવા પાછળનો હેતુ -
ટાકી કે નળની ઝંઝટમાંથી છૂટકારો મેળવી સરળતાથી પાણી ,સોડા અને જ્યુશ પ્રાપ્ત કરી શકાય છે.
કૃતિનો વૈજ્ઞાનિક સિદ્ધાંત -
ઓટોમેટીક વોટર ડિસ્પેન્સર મશીનથી પાણીની બચત કરવી.
કૃતિ બનાવવા માટે વપરાયેલ સાધન સામગ્રી -
પૂઠું , પૂઠાનું બોક્સ ,ડબ્બો, બ્લેડ,ગુંદર,કલર, ગ્લાસ, L.E.D લાઈટ,DC મોટર પંપ,વાયર,બેટરી , નાની સાઈઝ પાઈપ.
તૈયારી કરવાની પદ્ધતિ -
એક સરસ જાડું પૂઠું લો. તેને ઘર વપરાશના ફિલ્ટર આકાર પ્રમાણે કાપી નાના- મોટા કટકા ને નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુંદર કે ફેવિકોલથી વ્યવસ્થિત જોડી દેશું. જેમાં વચ્ચે ડબ્બો કે બોટલ સમાઈ શકે એવી રીતે વચ્ચે હલનચલન ના થઈ શકે તેમ ફિટ કરી દેશું. આ ડબ્બો કે બોટલ ના ઢાંકણ માપ અનુસાર ઉપર થી ગોળ આકાર માં કાપી લેશું. આ ડબ્બો કે બોટલમાં DC મોટર નાની સાઈઝની પાઈપ ફિટ કરી આગળના ભાગમાં જ્યા ગ્લાસ રાખવાનો છે ત્યાં સુધી લબાવી દેશું. ઉપર ના ભાગમાં DC મોટર ના વાયર સાથે બેટરી - LED લાઈટ જોડી અન્ય વાયર આકૃતિમાં દર્શાવ્યાં મુજબ બ્લેડ માં જોડી દેશું.બ્લેડ જ્યાં આગળના ભાગમાં ગ્લાસ રાખવાનો છે તેની નીચે બાજુ ગોઠવી ઉપર પૂઠું લગાવી દેશું. છેલ્લે આપણે આ પૂઠામાં સરસ એવો કલર કરી દેશું. આ અમારી કૃતિમાં પાણીની જગ્યા એ અન્ય કોઈ રસ કે ફળોના જયુશ ની ડબ્બો કે બોટલની ફેરબદલ કરી શકીએ છીએ. વાસ્તવિક રીતે ઘર,શાળા,હોસ્પિટલ, કોલેજ,સોડા શોપમાં સીધું AC લાઈટમાં અને સોડાની જેમ વધુ ફ્લેવરમાં બોટલ ગોઠવીને અમારી કૃતિને સિદ્ધ કરે તેવી સરકારશ્રી ને નમ્ર અભિપ્રાય.
ઉપયોગિતા -
ઓટો ડિસ્પેન્સરને ઘર ,શાળા,હોસ્પિટલ ,કોલેજ , સોડા શોપ ,વગેરે માં ઉપયોગી થઈ શકે છે.ઓટો ડિસ્પેન્સર મશિન ને પબ્લિક પ્લેસ માં રાખવામાં આવશે જેથી લોકો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. ઓટો ડિસ્પેન્સર ઘર વપરાશ માં લઈએ ત્યારે તેમાં જ્યુશ પણ રાખી શકીયે છીએ. અત્યાર સુધી ગુજરાત માં આ ઓટો મેટિક વોટર ડીસ્પેન્સર જોવા મળીયું નથી,તેથી આ ઓટો ડીસ્પેન્સર ફાયદાકારક બની શકે છે.
ફાયદા -
નવું સાધન કે મશીન લોકોને આકર્ષી,ધંધાર્થી ને આર્થિક ફાયદો પણ થઈ શકે છે.
જરૂરીયાત મુજબ જ પાણી,રસ કે જ્યુશ લઈ શકીએ છીએ.
ફિલ્ટર યુક્ત પાણીનો જરૂરીયાત મુજબ ઉપયોગ અને બચાવ કરી શકાય છે.
કૃતિ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલ સંદભોની વિગત -
Self Thinking , You tube
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: