UKમાં રહેતા એક ધનાઢ્ય ગુજરાતી પરિવારને વડોદરાની વહુએ બરાબરનો ફસાવ્યો
Автор: I am Gujarat
Загружено: 2023-08-17
Просмотров: 164862
યુકેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે, અને ઘણા લોકો ત્યાં વર્ષો સુધી આકરી મહેનત કરી આર્થિક રીતે સદ્ધર પણ બન્યાં છે. જોકે, હજુય તેઓ પોતાના વતન સાથે સંકળાયેલા છે, અને પોતાની આવનારી પેઢી પણ ગુજરાતની ધરતી સાથે જોડાયેલી રહે તે માટે કેટલાય પરિવાર ઘરમાં ગુજરાતી વહુ જ આવે તેવો આગ્રહ રાખે છે, પરંતુ ક્યારેક તેમ કરવા જતાં તેમની સાથે ના થવાનું પણ થઈ જતું હોય છે. આવો જ એક કિસ્સો મૂળ અમદાવાદના અને છેલ્લા ૩૦ વર્ષથી યુકેમાં સેટલ થયેલા એક ધનાઢ્ય ગુજરાતી પરિવાર સાથે બન્યો છે, જેમણે પોતાના નાના દીકરાના લગ્ન વડોદરાની એક યુવતી સાથે કરાવ્યા હતા, પરંતુ નવી-નવી પરણેલી વહુ સ્પાઉસ વિઝા પર યુકે આવી તેના અઠવાડિયામાં જ આ પરિવારના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા, અને હાલ તો તેમની એ સ્થિતિ એ છે કે સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા આ પરિવારને પોતાની વહુ ક્યાં છે તે જ ખબર નથી. ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવારની વહુ છૂટાછેડા માટે તૈયાર થઈ ગઈ છે પરંતુ તેણે એવી અઘરી સ્થિતિ ઉભી કરી છે કે તેના કારણે એક સમયે સુખ અને શાંતિમાં જીવતો આ પરિવાર ના ઘરનો રહ્યો છે કે ના ઘાટનો. આખરે શું છે આ સમગ્ર ઘટના, અને કઈ રીતે યુકેમાં એક સમૃદ્ધ પરિવાર પોતાના દીકરાના લગ્ન ગુજરાતી યુવતી સાથે કરાવી હાલ બરાબરનો પસ્તાઈ રહ્યો છે તે જોઈશું આ વિડીયોમાં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: