#ભુજમાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-02
Просмотров: 2266
#ભુજમાં સોશિયલ મીડિયા પર મિત્ર સાથે એકાંત માણવા ગયેલ યુવક લૂંટાયો...
#આ મામલે પોલીસે રતિયા ગામની ત્રિપુટીમાંથી બે આરોપીઓને ધરપકડ લીધી છે...
#ભુજમાં સોશિયલ મીડિયા એપ મારફતે અજાણ્યા યુવક સાથે મિત્રતા કેળવી એકાંત માણવા જનાર 48 વર્ષીય સુથારી કામદાર લુટાઈ જતા ફરિયાદ સ્વરૂપે બહાર આવેલી આ ઘટનામાં મૂળ ગુજરાત બહારના રહેવાસી અને છેલ્લા ત્રણ મહિનાથી ભુજમાં સસરાના ઘરે રહેતો લાલિયો (અહીં નામ બદલી કાલ્પનિક રાખ્યું છે) નામના યુવાને માનકૂવા પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાના ગંભીરતા સમજી ત્રિપુટીમાંથી બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર, લાલિયાએ મોબાઈલ એપ મારફતે ‘ઉમેશ પટેલ’ નામના યુવક સાથે મિત્રતા કેળવેલી હતી. શુક્રવારની રાત્રે ‘ઉમેશ’એ લાલિયાને મળવા ભુજની ડોલર હોટેલ પાસે બોલાવ્યો હતો. ત્યાં બાઈક લઈને આવેલા યુવકે લાલિયાને શહેરની બહાર રતિયા ગામની નિર્જન વાડી વિસ્તારમાં લઈ ગયો હતો. બંને વાતચીત કરી રહ્યાં હતા ત્યારે અચાનક બે અજાણ્યા યુવકો ત્યાં આવી પહોંચ્યા અને લાલિયા પર વાયર ચોરીનો આરોપ મૂકી માર મારવા લાગ્યા હતા. આશ્ચર્યજનક રીતે ઉમેશ પણ આવેલા યુવાનોની સાથે મળી ગયો હતો. ત્રણે યુવકોએ વાયર ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ગભરાયેલા લાલિયાએ તેના સાળાને સંપર્ક કરી ગૂગલ પે મારફતે 5 હજાર રૂપિયા મંગાવ્યા હતાં. આ રકમ તેઓએ કોઈ મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ ત્યાંથી રોકડમાં મેળવી લીધા હતા. મારપીટ વચ્ચે ગભરાટના કારણે લાલિયાને ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો. ત્યારબાદ ત્રિપુટી તેને બાઈક પર ઘર નજીક ઉતારી બાકી 15 હજારની રકમ નહિં આપો તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે તેવી ધમકી આપી ગયા હતા. આગલા દિવસે ઉમેશ પટેલ વારંવાર ફોન કરીને લાલિયા પાસે રકમની માંગણી કરતો રહ્યો હતો. આખરે ડરી ગયેલા લાલિયાએ સમગ્ર મામલે તેના સાળાને જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે ‘ઉમેશ પટેલ’ હકીકતમાં રતિયા ગામનો રફિક જુણસ નોડે છે. તેની સાથે બે સાગરીતો રશિદ હુસેન સમા અને અબ્દુલ લતીફ નોડે પણ આ ગૂનામાં સંડોવાયેલા છે. જેઓએ ખોટું નામ ધારણ કર્યું હતું. માનકૂવા પોલીસએ ત્રણેય સામે ગુનાહિત કાવતરું ઘડવાનું, એકાંતમાં બોલાવી લૂંટફાટ કરવી, ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપવી તથા વારંવાર વોટ્સએપ કૉલ દ્વારા રૂપિયા માંગવાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ બે આરોપી રશિદ સમા અને અબ્દુલ નોડેની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રફિક નોડેની શોધખોળ ચાલુ છે.
#ભુજ #લૂંટકેસ #સોશિયલમીડિયા_ઠગાઈ #CrimeNews #RashidSama #AbdulNode #KutchNews #BhujCrime #BreakingNews
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #kutchkanoonandcrime
#kkcnews #kkc crime news #kutchnews_channel
#kutch_news_today #kutch_news live
#kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news
#rapar_news #kutch_gujarat_news
#kutch_samachar #breaking_news
#daily_news_update #today_news_headlines #latest_news
#crime_news #political_news
#social_media_news #accident_news
#local news_update #gujarati_news
#gujarati_samachar #gujarat_news
#kutch_gujarati_news #gujarati_breaking_news
#gujarat_latest_news
news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: