गोष्ठी with વિકલ્પ કોટવાલ
Автор: Vikalp Kotwal
Загружено: 2022-12-09
Просмотров: 4809
નમસ્તે, હું ડૉ.વિકલ્પ કોટવાલ
બે વર્ષથી પણ વધુ સમય પહેલાં social mediaના platforms પર એક જાહેરાત કરી હતી. ગોષ્ઠીની જાહેરાત. બે વર્ષના વહાણા વીતી ગયા પણ એના પર કંઈ કામ ન થયું. કદાચ આજના દિવસે જ એ કામ થવાનું લખાયેલું હશે.
આજનો દિવસ, 9 ડિસેમ્બર, 2022, એક ઐતિહાસિક દિવસ છે.
આજથી બરાબર 76 વર્ષ પહેલાં આ દિવસે આઝાદ ભારતનું બંધારણ ઘડાવાની શરૂઆત થઇ હતી. 9 ડિસેમ્બર, 1946ના દિવસે આપણી બંધારણ સભા પહેલી વાર મળી હતી. ઈતિહાસનો અરીસો સામે રાખીને આપણે આપણે આપણું ભવિષ્ય ઘડવાની શરૂઆત કરી હતી. ભારત જ નહિ વિશ્વ આખામાં આ અજોડ ઘટના હતી. 30 કરોડથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં લોકોના પ્રતિનિધિઓ દેશનો મૂળભૂત કાયદો ઘડવા ભેગા થયા હોય, એવી આ વિશ્વ આખામાં પહેલી ઘટના હતી.
દિવસોનું મહત્વ હોય, એમનું પ્રતીકાત્મક મહત્વ હોય છે, એ સ્વીકારીએ.
26 જાન્યુઆરી, 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવવાની શરૂઆત થઇ, તો એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.
15 ઓગષ્ટ, 1947ના દિવસે આપણે અંગ્રેજોની ચંગૂલમાંથી મુક્ત થયા, તો એ દિવસને આપણે સ્વાધીનતા દિવસ/આઝાદી દિવસ તરીકે મનાવીએ છીએ.
આવું મહત્વ 26 નવેમ્બરના દિવસનું પણ છે. 26 નવેમ્બર, 1949ના દિવસે આપણું બંધારણ એના આખરી સ્વરૂપમાં સ્વીકાર પામ્યું હતું. જો કે આ દિવસની મેં ખાસ કોઈ ઉજવણી થતાં જોઈ નહોતી. એટલે જ્યારથી બંધારણ ભણાવવાની શરૂઆત કરી ત્યારથી આ દિવસને બંધારણ દિવસ તરીકે વિદ્યાર્થીઓ સાથે ઉજવવા માંડ્યો. 2014ના વર્ષમાં જ્યારે આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીની સ્થાપના કરી, ત્યારથી સંસ્થામાં અમે આ ઉજવણી કરવા માંડ્યા. ભારત સરકારે તો 2015ના વર્ષમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો, પણ આપણે તો આવી ઉજવણી 2012ના વર્ષથી કરતાં આવ્યા છીએ.
આવું જ અનેરું મહત્વ છે આજના દિવસનું. આજથી આ દિવસના માનમાં આપણે આપણા એક નવા કાર્યક્રમનો આરંભ કરવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ કે બંધારણ દિવસની માફક આપણી આ શરૂઆત ભવિષ્યમાં સરકારને આ દિવસની ઉજવણી કરવા માટેનું એક ઉદાહરણ પૂરું પાડે.
આજના દિવસે આપણે આપણી YouTube ચેનલ પર એક નવો કાર્યક્રમ શરુ કરી રહ્યા છીએ, જેનું નામ છે, ગોષ્ઠી વીથ વિકલ્પ કોટવાલ. કાર્યક્રમના નામમાં ત્રણ ભાષાઓને આપણે સામેલ કરી છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.
શરૂઆત ગુજરાતી ભાષામાં કરી રહ્યા છીએ, શક્ય તેટલું જલ્દીથી હિન્દી અને અંગ્રેજીમાં પણ આ કાર્યક્રમ કરીશું.
શું છે આ કાર્યક્રમ?
12 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં કાર્યરત છું.
UPSC/GPSCની પરીક્ષાઓ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયો ભણાવું છું.
જે વિદ્યાર્થીઓ મારી પાસે અભ્યાસ કરી ગયા છે, એથી આગળ એવા વ્યક્તિઓ કે જે મને જાણે છે, તે કહેશે કે મેં મારી જાતને ક્યારેય પરીક્ષાઓ પૂરતી સીમિત નથી રાખી. ન પરીક્ષાઓની તૈયારીઓ કરતી વખતે, ન પરીક્ષાઓની તૈયારીઓ કરાવતી વખતે.
હંમેશા અભિગમ એ રહ્યો છે કે વિષયોની વધુમાં વધુ સમજ લોકો સુધી પહોંચાડું. પહેલા તો શક્ય તેટલા વધુ વિષયોને વધુને વધુ સમજુ અને પછી તે બીજાને સમજાવું. અવનવા વિચારો જાણું, અને આ વિચારો બીજા સુધી પહોંચાડુ.
દરેક વિષયને પોતાનું ઊંડાણ હોય છે. એ ઘણું મોટું હોય છે. કોઈ પરીક્ષા પાસ કરવા માટે જે-તે વિષયના બધાં આયામોને જોવાની જરૂર નથી હોતી. તેથી પરીક્ષાલક્ષી તૈયારીમાં એક મર્યાદા આવી જાય. વિષયના તમામ પાસાંને ખોલી નથી શકાતા.
પણ આ ન ખોલાયેલા પાસાં સમાજ માટે જરૂરી તો છે. તો એ કેવી રીતે કરવું? મન હંમેશા એવા મંચની શોધમાં રહ્યું છે જ્યાં કોઈ બંધન વગર અભિવ્યક્ત થઇ શકાય, કોઈ રોકટોક વગર મનમાં હોય એ બધી વાતો કરી શકાય. જો કે ખાસ નોંધ લઈશ અહીં મારા વિદ્યાર્થીઓની, એમણે મને ક્યારેય રોક્યો નથી. મેં મારી સંસ્થામાં સંવિધાન કરિયર એકેડેમીમાં ભણાવતી વખતે, કે પહેલા બીજી કોઈ ખાનગી સંસ્થામાં ભણાવતી વખતે, કે પછી SPIPA જેવી સરકારી સંસ્થામાં ભણાવતી વખતે, જયારે જયારે કોઈ વિષયના પરીક્ષાલક્ષી આયામથી આગળ બીજા આયામ ખોલવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એમણે મને હંમેશા આવકાર્યો છે. હું એ માટે હંમેશા એમનો આભારી રહીશ. આવો શ્રોતાવર્ગ બધાંના નસીબમાં નથી હતો.
પણ તોય, મન હજુ નથી ભરાયું. હજુ બીજી ઘણી બધી વાતો કરવી છે. વાતો કરવી છે સામાજિક મુદ્દાઓની, કાયદાઓની, બંધારણની , રાજનીતિ, આર્થિક નીતિઓની, philosophyની, અને આવા બીજા ઘણાં મુદ્દાઓની. વાતો કરવી છે કે જ્યાં સમયનું બંધન ન હોય, ચર્ચાઓ માટેનાં મુદ્દા પસંદ કરતી વખતે વિચારવું ના પડે, ઈચ્છા થાય એ મુદ્દા પર વાતો કરી શકાય.
બસ આ જ હેતુથી ગોષ્ઠીની શરૂઆત કરી રહ્યો છું.
ધાર્યુ’તુ એના કરતાં ઘણું મોડું થયું, પણ હવે આ ચાલશે.
કામની વ્યસ્તતામાંથી આ માટેનો સમય કાઢવો એ એક મોટો પડકાર છે.
ગોષ્ઠી શબ્દ મને ખૂબ ગમે છે, બહુ cute લાગે છે. અને અર્થ પર ખૂબ સરસ છે. એટલે જ આ કાર્યક્રમનું નામ ગોષ્ઠી રાખી દીધું.
તો બસ આ જ, અવનવી વાતો લઈને આપની સમક્ષ પ્રગટ થતો રહીશ.
શું વાતો કરવી એ મેં વિચારેલું જ છે, પણ જો તમને લાગે કે હું તમારી પસંદના કોઈ મુદ્દા પર વાત કરું, તો તમે મને જણાવી શકું. જે વિષે બીજા કદાચ ચર્ચા કરતાં ખચકાતા હશે, એમાં આપણે નહિ ખચકાઈએ. ધ્યાન એ રાખીશું કોઈ પૂર્વાગ્રહથી વાતો ન થાય, પણ એનાથી આપણી મુક્ત ચર્ચાઓ કરવામાં આપણને કંઈ નડશે નહિ.
Social mediaના આ યુગમાં એવું માનવામાં આવે છે કે લોકો પાસે પોતાની વાત રજૂ કરવાની તક વધી છે. એ ચોક્કસથી વધી છે, પણ એનું બીજું એક પાસું એ છે પણ છે સમય સાથે હવે આ open platforms પર ચર્ચાઓમાં સંકુચિતતા વધી રહી છે. વાતોમાં જાણે કે સંકડાશનો અનુભવ થાય છે. સાચું બોલતા પણ લોકો ખચકાય છે.
મને તો મારી freedom of expression, અભિવ્યક્તિની આઝાદી વહાલી છે. એનો મુક્ત રીતે ઉપયોગ કરી શકું એ માટે જ તો પરીક્ષા પાસ કરીને પણ સરકારી નોકરીમાં ન જોડાયો.
તો, કરીએ એક નવી શરૂઆત. આપ અમારી સાથે જોડાઓ, આપના પરિચિતોને પણ આમાં જોડાવાનું આમંત્રણ આપો. એક બહેતર સમાજના નિર્માણમાં આપણું યોગદાન આપીએ.
મળીએ.
નમસ્તે.
(M) 84697 43567
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: