અમેરિકામાં પાસપોર્ટ રિન્યૂ કરાવવા જતાં મહેસાણાના યુવક સાથે કાંડ થઈ ગયો
Автор: I am Gujarat
Загружено: 2025-01-27
Просмотров: 30158
અમેરિકામાં જે ગુજરાતીઓ ઈલીગલી રહે છે તેમાં ઘણાં એવા પણ છે કે જેમની પાસે વર્ક પરમિટ કે પછી સોશિયલ સિક્યોરિટી નંબર નથી. આવા ગુજરાતીઓ મોટાભાગે વિઝિટર વિઝા પર યુએસ પહોંચીને ઓવરસ્ટે થઈ ગયેલાં છે, કે પછી બોર્ડર પર પકડાયા વિના જ અમેરિકા આવ્યાં છે. આ સિવાય જેમણે અસાયલમ ફાઈલ નથી કર્યું તેવાં લોકોને તેમજ તેમના ફેમિલી મેમ્બર્સને પણ અમેરિકાનું કોઈ આઈડી નથી મળી શકતું. આ સ્થિતિમાં યુએસમાં કોઈપણ કામ માટે અને ખાસ તો ડોમેસ્ટિક એરલાઈનમાં ટ્રાવેલ કરવા માટે ઈન્ડિયન્સ પાસે પોતાના પાસપોર્ટ સિવાય બીજું કોઈ ડોક્યુમેન્ટ નથી હોતું. જોકે, આ પાસપોર્ટ એક્સપાયર થઈ જાય તો રિન્યૂ કઈ રીતે કરાવવો તે એક મોટો પ્રશ્ન હોય છે, કારણકે અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતાં લોકોને ઈન્ડિયન એમ્બસી કે પછી કોન્સ્યુલેટ પણ જલ્દી પાસપોર્ટ રિન્યૂ નથી કરી આપતી અને આ કામ માટે ગુજરાતીઓ મોટાભાગે એજન્ટોનો સહારો લેતા હોય છે. એમ્બસીમાં ગયા વિના જ પાસપોર્ટ રિન્યૂ કરાવી આપવાની વાતો કરતાં એજન્ટો એવા દાવા કરતાં હોય છે કે તેમના ઉપર સુધી સેટિંગ હોવાથી આ કામ આસાનીથી થઈ જશે. પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો બીજો કોઈ ઓપ્શન ના હોવાથી લોકો પણ એજન્ટોની વાતોમાં આવીને ત્રણ હજારથી લઈ પાંચ હજાર ડોલરમાં પોતાના પાસપોર્ટ રિન્યૂ કરાવવા આપી દેતાં હોય છે, પરંતુ આમ કરવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે અને પેન્સિલવેનિયામાં રહેતાં એક ગુજરાતી સાથે કંઈક આવું જ થયું છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: