#ઇન્સ્ટાગ્રામ
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-11-27
Просмотров: 508
#ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત... 1 લાખના 4 લાખ મળશે... ભચાઉ પોલીસે ફેક નોટો વડે છેતરપીંડી કરનાર ત્રણ શખ્સોને પકડી પાડ્યા...
#સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપીંડી કરતી એક ગેંગને ભચાઉ પોલીસે રંગેહાથ ઝડપી પાડતાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 1 લાખના બદલે 4 લાખની લાલચ આપતા આ શખ્સો નકલી નોટો વડે લોકોને ફસાવતા હતા. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને તેમનામાંથી મનોરંજન બેંક અને બાળકોની બેંક લખેલી મોટી માત્રામાં ફેક નોટો સાથે કુલ 9,83,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિગતો મુજબ, ભચાઉ પોલીસને માહિતી મળેલી કે ત્રણ યુવકો લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી કરી નોટોના ડબલ ટ્રિપલની લાલચ આપી ભુજ તરફથી સફેદ રંગની સ્વીફ્ટ કારમાં મોગલધામ રોડ તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે ભચાઉ PI એ.એ. જાડેજા, P.S.I., ડી.જે. ઝાલા સહિતની ટીમે સર્વેલન્સ સ્ટાફ સાથે મળીને વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ GJ 06 FC 0580 નંબરની સ્વીફ્ટ કાર દેખાતા જ પોલીસએ તેને રોકી ત્રણ શખ્સોને કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓની ઓળખ જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતિફશા શેખ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન બહાર આવ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે 1 લાખના 4 લાખ મળશે જેવા મેસેજ મોકલી લોકોને ફસાવતા હતાં. વાતચીત આગળ વધી જાય બાદ તેઓ લોકોને કોઈ એકાંત જગ્યાએ બોલાવી સાચી નોટો જેવી દેખાતી ફેક નોટોના બંડલ આપતા હતા. પોલીસ તપાસમાં મળેલા મુદ્દામાલમાં મનોરંજન બેંક અને બચ્ચા બેન્કની રમૂજી પ્રિન્ટેડ નોટો તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળી નકલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો છે. સાથે જ સ્વીફ્ટ કાર, મોબાઈલ ફોન અને કૌભાંડ ચાલતું હોય તે માટે ઉપયોગમાં લેવાતી ટ્રોલી બેગ પણ કબ્જે લેવાઈ છે. કુલ મળીને 9,83,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યા છે, જેનાથી પોલીસ વધુ સતર્ક થઈ આગળની તપાસ કરી રહી છે. આરોપીઓ કેટલા લોકો સાથે છેતરપીંડી કરી ચુક્યા છે, તેઓ કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલા છે કે નહીં અને નકલી નોટો ક્યાંથી મેળવે છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં ભચાઉ PI એ.એ. જાડેજા, PSI ડી.જે. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ સહિત કર્મચારીઓ જોડાયા હતા.
અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા
#ઇન્સ્ટાગ્રામ_ઠગાઈ #1લાખના4લાખનો_ફંધો #ફેકનોટ_ગેંગપકડાયો #ભચાઉપોલીસએકશન #ઠગોનેગિરફ્તાર #સોશિયલમીડિયા_ઠગાઈ #કચ્છન્યૂઝ
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #kutchkanoonandcrime
#kkcnews #kkc crime news #kutchnews_channel
#kutch_news_today #kutch_news live
#kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news
#rapar_news #kutch_gujarat_news
#kutch_samachar #breaking_news
#daily_news_update #today_news_headlines #latest_news
#crime_news #political_news
#social_media_news #accident_news
#local news_update #gujarati_news
#gujarati_samachar #gujarat_news
#kutch_gujarati_news #gujarati_breaking_news
#gujarat_latest_news
news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: