અમેરિકામાં બીમાર પડવું મોટો ક્રાઈમ બની જશે કે શું?
Автор: I am Gujarat
Загружено: 2026-01-23
Просмотров: 2300
ડલાસમાં રહેતા એક ગુજરાતી યુએસની સિટીઝનશિપ ધરાવે છે, તેમની સાથે ઈન્ડિયાથી આવેલા તેમના વૃદ્ધ પિતા પણ રહે છે પરંતુ તેમની ગ્રીન કાર્ડની ફાઈલ અટવાઈ ગઈ છે અને હવે 87 વર્ષની ઉંમરે તેમને વારંવાર હોસ્પિટલમાં એડમિટ કરાવવા જેવી સ્થિતિ પણ સર્જાય છે. એક સ્ટોર ચલાવતા આ ગુજરાતી ઠીકઠાક આવક ધરાવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી બિઝનેસ સાવ ડાઉન હોવાથી હવે તેઓ ઈન્શ્યોરન્સ ના ધરાવતા પોતાના પિતાની સારવારનો ખર્ચો ઉઠાવી શકે તેમ નથી. છેલ્લે તેમના પિતાને દસ દિવસ માટે એડમિટ કરાયા ત્યારે 50 હજાર ડોલર બિલ આવ્યું હતું જેનું પેમેન્ટ કરવાનું હજુય બાકી છે, હવે આ ગુજરાતી નાછૂટકે પોતાના પિતાને ઈન્ડિયા પાછા મૂકવા આવી રહ્યા છે કારણકે અમેરિકામાં તેમને વારંવાર હોસ્પિટલ લઈને દોડવું પોસાય તેમ નથી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: