#ભુજમાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-03-26
Просмотров: 7629
#ભુજમાં પણ "DON" બનવા નીકળેલા યુવાનોનો સરઘસ નીકળ્યું...
#સ્થાનિક લોકો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા...
#ભુજમાં 15'મી માર્ચના રોજ ફાઇનાન્સ કંપનીની લોનના નાણાંની ઉઘરાણી પ્રશ્ન યુવાન પર હુમલો કરી ફરાર થઈ ગયેલ બે યુવાનોની ધરપકડ બાદ પોલીસે સરઘસ કાઢ્યું...
#ગઈ 15'મી માર્ચના રોજ ભુજના જ્યુબેલી સર્કલ પાસે એક યુવાન પર ફાઇનાન્સ કંપનીના ઉઘરાણા મામલે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ ભુજ અને માધાપર રહેતા ચાર જેટલા યુવાનો પૈકી બે યુવાનોની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરાયા બાદ આજે ભુજ એ/ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર રીકન્ટ્રક્શન કરાયું હતું. ભુજના મહાદેવ નાકા પાસે આવેલ કેપિટલ પ્લાઝામાં રહેતા સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા ઉપરાંત જુવાનસિંહ સોઢા નામના બે યુવાનો હત્યાના પ્રયાસ અને હુમલાની ઘટનામાં ફરાર હતા 15'મી માર્ચના રોજ બનેલી આ ઘટના સંદર્ભે ચાર યુવાનો સામે ભુજ એ/ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક માધાપર રહેતા ભાવેશ ગોસ્વામીની પણ સંડોવણી ખુલી છે. આ મામલે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રી-કન્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા બંને યુવાનોની ટ્રીટમેન્ટ બાદ સરઘસ નીકળતા આ બંને યુવાનોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનામાં હુમલો કરનાર આરોપીઓ પોતે ડોન હોવાના સપના જોઈ રહ્યા હતા જેમની સરા જાહેર સરઘસ અને આકરી ટ્રીટમેન્ટ થતાં આ બંને યુવાનોના મગજમાં ઘૂસી ગયેલ ડોનનું ભૂત ઉતરી ગયું હતું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: