અગિયારસ🙏 - હરિ હાલ્યા જળ જીલવા.. 🤗😍(લખેલું 👇)| HARI HALYA JAL JILAVA | GUJARATI KIRTAN
Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Загружено: 2025-09-06
Просмотров: 21270
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
ભાદરવો આવ્યો છે ભારપુરમાં રે લોલ
બેય કાંઠે જમનાજી ભરપૂર જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ગોપ ગોવાળિયા હરિ સાથમાં રે લોલ
ગોવાળિયાની મંડળી ગીત ગાય જો ..
સરખી રે સાહેલડી ટોળે વળી રે લોલ
આપડે કરવા જમુનાજી સ્નાન જો ...
તાંબાના બેળા લીધા હાથમાં રે લોલ
દહીં દૂધના માટ લીધા હાથમાં જો ..
હરિને ચુંદડીએ નવડાવ્યા રે લોલ
દહીં દૂધથી ચોળે હરિના મુખ જો ...
જમુનાજીના જળ માથે રેડતા રે લોલ
હૈયે હરખ ઉભરાય જો ...
સ્નાન કરે સાહેલીના સાથમાં રે લોલ
હરિ ગુણ ગાતા જાલે હાથ જો ..
વાઘા કેસરિયા પેરાવ્યા રે લોલ
માથે મુગટ મોરપિચ્છ જો ...
ખંભે તે ખેસ રેશમનો શોભતો રે લોલ
હાર હીરાનો ને માળા મોતીની રે લોલ
કાને કુંડળ બાયે બેરખા રે લોલ
તિલક તાણ્યાં છે લલાટ જો ...
રમણ રેતીમાં આરોટતા રે લોલ
તૂટ્યો મારો નવસરો હાર જો...
હીરલો ન આવે સખી હાથમાં રે લોલ
સત્સંગ કરશો તો હાથ આવશે રે લોલ
નુગરાને નવ દેખાય જો ...
ગોપીયુંએ હીરો રાખ્યો હાથમ રે લોલ
જડી દીધો રૂદિયાની માય જો
જનમો જનમની બાંધી પ્રીતડી રે લોલ
આરતી ઉતારે વ્રજ નારિયું રે લોલ
ખમા ખમા યશોદાના લાલ જો
ઓવારણાં લે ગોપી હેત થી રે લોલ
જળને જીલીને ગોકુલ આવિયા રે લોલ
આત્મા તો હરિની હારેય જો ...
ભજન સત્સંગ જેને આંગણે રે લોલ
પ્રેમીના ગોપી બોલી પ્રેમથી રે લોલ
પ્રભુ કરો અમ ઘેરે વાસ જો
પાવન કરો અમારા આંગણા રે લોલ
ભજન કીર્તન ભાવે કરશું રે લોલ
આજ મારે એકાદશીના વ્રત જો ...
દૂધ સાકાર મેવા ધરશું રે લોલ
ભજન કર્યા ભક્તોએ ભાવથી રે લોલ
ગોપી મંડળ કરે વિનતી રે લોલ
દેજો અમને તમારા ચરણે વાસ જો ...
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: