યમુના ના પાણી ગ્યાતા કાના ને જોયા (લખેલું છે)New Gujarati Kirtan
Автор: Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
Загружено: 2025-12-10
Просмотров: 910
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા
એની મને લાગી માયા રે સુધબુધ ખોયા
પીળા રે પીતામ્બર પેર્યા અમારા મનડાને હર્યા
કાળજા અમારા કોર્યા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા
ચાલ ચાલે ચટકતી એના ઉપર જાવ વારી
ભમી ગઈ મતિ મારી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા
ચૂડલો તારો લીધો પેરી જગ થાતું ભલે વેરી
જશોદાના લાલ લેરી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
કદમ ઉપર ચડ્યા વાલો મોરલી વગાડે મીઠી
ચિત્ત મારા ચોરી લીધા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
ગોકુલ નો ગોવાળિયો વાલો ગોપીયુંનો પ્યારો વાલો
રાધાજીનો લાલ લેરી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
એની મને લાગી માયા રે સુધબુધ ખોયા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: