હારે માતા પગ તમારા દબાવશુ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ રસીલા માતા ||ગમે તો લાઇક કરજો
Автор: Ganesha Kirtan
Загружено: 2025-12-24
Просмотров: 69395
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_____________________ કિર્તન ________________
હારે મને ઘરમાં ઘડીએ ના ફાવે
જશોદામાં કાના ને તેડવા મોકલો
હારે મને બરસાનામાં હવે નથી ગમતું
જશોદામાં કાના ને તેડવા મોકલો
હારે માતા વાત જ તમારી બધી માનશુ
હારે માતા ચાણ વાસિંદા અમે કરશુ
હારે માતા ઘરના તે કામ બધા કરશુ
જશોદા માં કાના ને તેડવા મોકલો
હારે મારી સરખી સાહેલી બધી સાસરે
હારે મારી મનડાની વાત કોને કહેવી
હારે મારુ મનડુ મૈયરમાં મુજાણુ
જશોદા માં કાના ને તેડવા મોકલો
હરે માતા જમનાજીના જળ ભરી લાવશુ
હારે માતા ગાયું દોવાને અમે જાશું
હારે માતા મહિડા વેચવાને જઈશું
જશોદામા કાનાને તેડવા મોકલો
હારે માતા પગ તમારા દબાવશુ
હારે માતા નંદબાબાની લાજુ અમે કાઢશુ
હારે અમે સીધા રે ઘરમાં રહેશુ
જશોદામા કાના ને તેડવા મોકલો
હારે માતા સોળે શણગાર અમે સજશુ
હારે માતા રાસ રમવાને અમે જઈશું
હા રે માતા કાનો કહે એમ કરશું
જશોદામાં કાના ને તેડવા મોકલો
હારે માતા સવારે વહેલાં ઉઠશુ
હારે વેલા ઉઠી ને દીવડા પ્રગટાવશુ
હારે અમે ઘમઘમ સાસુ ફેરવશું
જશોદામા કાના ને તેડવા મોકલો
હારે અમને ચરણની સેવામાં રાખો
હારે રાધા કાના નું કહેવું માનો
હારે કોઈ ગોકુળમાં જઈને દેજો સંદેશો રાધા ને તેડવા મોકલો
હારે માતા ઘરમાં ઘડીએ નો ફાવે જશોદા માં કાના ને તેડવા મોકલો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: