#કચ્છ
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-06
Просмотров: 197
#કચ્છ SC લોયર્સ ભુજ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ...
#કચ્છ SC લોયર્સ ભુજ દ્વારા આજે ભારતના બંધારણ રચયિતા અને સમાનતા-સમરસતાના પ્રણેતા ડોકટર બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં SC વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોકટર આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પિત કરી તેમને નમન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર આંબેડકરના વિચારો, રાષ્ટ્રીય સમાનતા અને સમાજ સુધારણા ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વકીલમિત્રોએ જણાવ્યું કે આજના યુગમાં સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે અને ડોક્ટર આંબેડકરના માર્ગદર્શનમાં જ ભારત દેશની સાચી પ્રગતિ શક્ય બની શકે છે. આ પ્રસંગે વાલજી મહેશ્વરી, કે.ડી. લોચા, કે.પી. મહેશ્વરી એકલવ્ય, પરેશ હિંગળા, રમણીક ગરવા, ધનજી મેરીયા, યોગેશ ચારણીયા, ચિરાગ ઠાકર, કટુવા અરવિંદ, રોહિત મહેશ્વરી, જય કટુવા, ખુશાલ ફફલ, કેતન મહેશ્વરી, સમીપ લોચા, વિજય વિંઝોડા, દીપક વિંઝોડા, કમલેશ કારીયા, પરેશ નંજણ, દેવ જાજાણી, ગોપાલ શામળીયા, નવીન સીજુ સહિત અનેક વકીલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ડોકટર બાબા સાહેબ આંબેડકરજીએ આપેલા અધિકાર, ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: