Balansha pir URS 2025 😍 ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યુ 🌹
Автор: Akib vlogs313
Загружено: 2025-04-10
Просмотров: 1335
Balansha pir URS 2025 😍 ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યુ 🌹
#balanshapir
#bhavnagar
#urs2025
પ્રેસનોટ
ઘોઘાના ખરકડી ગામે આવેલા
હઝરત બાલનશાપીર દાદાનો ત્રી-દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો : ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યુ : પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર (સલામી) આપવામાં આવી : લોક સમુદાય ઉમટી પડયો
ભાવનગર તા. ૧૦
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાનસુફી સંત પીર બાલનશાબાપુનો ત્રી-દીવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો.
આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ માં કુર્આન ખ્વાની, મિલાદ શરીફ અને વાઇઝ શરીફ, ન્યાઝ શરીફ તેમજ સંદલ શરીફનું શાનદાર ઝુલુસ ખરકડી ગામમાં झ्यु हतु.
અત્રે ઉલ્લેખનીય છે કે હઝરત બાલનશાપીર દાદાના મઝાર શરીફ ઉપર સૌપ્રથમ ચાદર અને નિશાન વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યુ હતુ. તેજ રીતે સંદલ શરીફનું ઝુલુસ દરગાહ શરીફ પરત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફને પરંપરા મુજબ ભાવનગરના હથીયારધારી પોલીસતંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર (સલામી) આપવામાં આવી હતી.
આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ સહિત તમામ સમાજ જ્ઞાતિના શ્રધ્ધાળુ ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડયો હતો. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુલેહ શાંતિ અને કોમીએક્તા ભાઇચારા અને એખલાસના માહોલમાં ઉર્ષ શરીફ સંપન્ન થયુ હતુ. આ પ્રસંગે દરગાહ શરીફના ખાદીમ રહેમાનબાપુએ ઉર્ષ અંગે સંપુર્ણ માહિતી આપી હતી. અને આ ઉર્ષના કાર્યક્રમને સફળ બનાવવા ઉર્ષ કમીટીના હિન્દુ-મુસ્લીમ તમામ આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.
રહેમાનબાપુ ખરકડી
ખાદીમ
#balanshah
#dargah
#kharkhadi
#bhavnagarnew
#bhavana
#muslimsamaj
#2025
#gj4
#newnaath
#ahemdabad #akibvlogs313
#hearttouchingnaat
#live
#rajkot
#bhavnagar
#gujarat
#ursmubarak
#ura
#urs
#urs2025
#2025 #balamshapir
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: