Shri Krishna Sharanam | Dhun (NEW)| Modern Twist | Sanjay V Shah | Iqbal Darbar | Mangrol Multimedia
Автор: Deshwale Entertainment
Загружено: 2020-04-21
Просмотров: 1058
Presenting a unique and modern take on evergreen, most popular Shri Krishna Dhun - Shri Krishna Sharanam Mama. With a super interesting twist and new words.
In this refreshing version, with brand new lyrics, you’d feel the presence of Lord Krishna everywhere, more, and in a different way!
Love Krishna, pray Krishna, and share this joy of listening to His Dhun with one and all.
If you like this Dhun, then do like it and subscribe to our channel. Also, share this Dhun with all your loved ones.
Jay Shri Krishna!
It’s a Mangrol Multimedia Limited presentation.
Lyrics: Sanjay V Shah
Music: Iqbal Darbar
Singer: Dipalee Somaiya
Special Thanks: Ravindra Chitalia (Ravi Mama), Atul Oza
Follow us on:
Facebook - / mangrolmulti. .
Instagram - https://www.instagram.com/mangrol/?hl=en
Twitter - / mangrol1
પ્રસ્તુત છે શ્રીકૃષ્ણ ભગવાનની સર્વપ્રિય, અજરામર અને અલૌકિક ધૂન શ્રીકૃષ્ણ શરણં મમની એક આધુનિક, અનોખી અને અતિશય માણવા જેવી વર્ઝન.
આ ધૂન તમને શ્રીકૃષ્ણ ભગવાનના ભાવમય બનાવી દેશે. સાથે, આધુનિક જમાનામાં પણ તેમની હાજરી અત્ર, તત્ર, સર્વત્ર હોવાની અનુભૂતિ કરાવશે.
ચાહો શ્રીકૃષ્ણને, ભજો શ્રીકૃષ્ણને અને સૌની સાથો માણો શ્રીકૃષ્ણની આ મોહક ધૂન.
તમને ધૂન ગમે તો કમેન્ટ લખવા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે આ ધૂન વધુમાં વધુ વૈષ્ણવો, કૃષ્ણભક્તો અને અન્યો સાથે શેર કરવા વિનંતી.
જય શ્રીકૃષ્ણ.
ક્રેડિટ્સઃ
ગીતઃ સંજય વિ.શાહ
સંગીતઃ ઇકબાલ દરબાર
ગાયિકાઃ દીપાલી સોમૈયા
નિર્માણઃ માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડ
વિશેષ આભારઃ રવીન્દ્ર ચીતલિયા (રવિમામા), અતુલ ઓઝા
માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડની રજૂઆત.
જેમને અજરામર ધૂનના શબ્દો માણવાની ઇચ્છા હોય તેમના માટે એ ધૂન આ રહીઃ
શ્રીકૃષ્ણ: શરણં મમ શ્રીકૃષ્ણ: શરણં મમ
શ્રીકૃષ્ણ: શરણં મમ શ્રીકૃષ્ણ: શરણં મમ
કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વ્રજ ચોરાસી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કુંડકુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કમળ કમળ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ડાળડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વૃંદાવનનાં વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કુંજકુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
રાસ રમંતાં ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
આકાશે-પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
પત્રપત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
આંબો, લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ગોવર્ધનનાં શિખરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ગલીગલી ગહવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વિરહી જનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
તારલિયાનાં મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
અષ્ટપ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
જુગલચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ
Follow us On:
Facebook - / mangrolmulti. .
Instagram - https://www.instagram.com/mangrol/?hl=en
Twitter - / mangrol1

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: