વીર રામવાળા નો રાહડો | Ramvada No Rahdo | sakarben mer | 🎶
Автор: Sakarben Mer
Загружено: 2025-03-06
Просмотров: 742
પોતાના ભાઇને ધીરો ઠપકો આપતી,એના શૌર્ય પર ઓવારી જતી,એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલવતી.......એ જગદંબા ગાતી -
એવી સુની રે ડેલી ને સુના ડાયરા..
સુના છે કાંઇ રામવાળાના રાજ રે...
કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો"તાં ખેડવા.
પરથમ ભાંગી પોતાની વાવડી,
પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે
કાળુભાના કુંવર........
હાથમાં મીંઢોળ વાળાને શોભતો,
મોતને માંડવ બાંધવા તોરણ જાય રે....
કાળુભાના કુંવર.......
પાટું રે મારી પટારો તોડ્યો,
વાગી છે કાંઇ ડાબા પગે ચુંક રે...
કાળુભાના કુંવર.......
પગ રે પાક્યો ને પીડા ઉપડી,
લાગી છે કાંઇ અંગેઅંગમાં લાય રે
કાળુભાના કુંવર........
બાબી સરકારની ફોજો ઉપડી,
બોરીયે ગાળે ખેલાણાં ઘમસાણ રે
કાળુભાના કુંવર.......
ખુંટલ મેરુએ તને છેતર્યો,
ભાંગી મારા મામેરાંની છાબ રે...
કાળુભાના કુંવર.......
એવી સુની રે ડેલી ને સુનાં ડાયરાં,
સુના છે કાંઇ રામવાળાના રાજ રે.......કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો'તાં ખેડવા.
અમારા આવનારા ગુજરાતી ભજન, કીર્તન, લોક ગીત, પ્રભાતિયા, આરતી અને પ્રાચીન ગરબા સાંભળવા માટે અમારી સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ ને Like, Follow, Subscribe અને Share કરો.
Facebook:
Name: Sakarben Mer
Instagram:
Name: sakarbenmer
Youtube:
Name: Sakarben Mer
Managed by
@explo_raa
Graphic by
@next_level_mp20
.
.
.
#sakarbenmer #folksinger #gujaratisinger#mer #gujarat #saurashtra #junagadh #porbandar #rajkot #ગુજરાતી_સંગીત #લોકગીત #પ્રાચીન_ગરબા #explo_raa #nextlevelmp20
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: