ઋષિકેશએ પૌરાણીક મંદિર ની મુલાકાત શું ઇતિહાસ હતો તમામ માહિતી Rusikesh tour 2023 Kamlesh Modi Vlogs
Автор: Kamlesh Modi Vlogs
Загружено: 2023-08-06
Просмотров: 14117
ઋષિકેશએ પૌરાણીક 'કેદારખંડ'નો (આજનું ગઢવાલ ) એક ભાગ છે.[૫] દંત કથાઓ અનુસાર ભગવાન રામએ લંકાના દાનવ રાજા રાવણને મારવા માટે અહીં તપસ્યા કરી હતી. જે સ્થળે રામના ભાઈ લક્ષ્મણે ગંગાનદી પાર કરી હતી તે સ્થળે આજે લક્ષ્મણ ઝુલા આવેલો છે. આજ સ્થળે સ્કંદ પુરાણના 'કેદાર ખંડ'માં ઈંદ્ર ખંડ આવેલ છે તેમ પણ વર્ણન છે. ૧૮૮૯માં શણના રસ્સાનો પુલ અહીં બનાવવામાં આવ્યો હતો જે ૧૯૨૪માં ના પુરમાં ધોવાઈ ગયોૢ ત્યાર બાદ અહીં અત્યારનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો. પવિત્ર નદી ગંગા આ શહેરમાંથી પસાર થાય છે. આ સ્થળેથી ગંગા નદી હિમાલયની શિવાલિક ટેકરીઓ છોડી ઉત્તરભારતના મેદાન માં પ્રવેશે છે. આના બંને કિનારાઓ પર ઘણા પ્રાચીન અને નવા હિંદુ મંદિર આવેલા છે.
ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ (હિંદા: ऋषिकेश)એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે. કાયદા હેઠળ આ શહેર શાકાહારી અને દારુબંધી ધરાવતું ક્ષેત્ર છે. અહીં દુકાનદારો અને વિતરકો પ્લાસ્ટીક વાપરવા પર બંધી ધરાવે છે.
ઋષિકેશમાં ઘણાં યોગ કેંદ્રો આવેલા છે અને આને ઘણી વખત "વિશ્વની યોગ રાજધાની" કહે છે. એમ કહે છે કે ઋષિકેશમાં કરેલ યોગ સાધના અને ગંગામાં મારેલ ડુબકી આત્માને મોક્ષની વધુ નજીક લઈ જાય છે. રાફ્ટીંગના ખેલ માટે ઋષિકેશ પ્રખ્યાત છે. આ ખેલ માર્ચ અને જુલાઈ વચ્ચે રમાય છે.
અહીં ૧૨૦ વર્ષ જૂની કૈલાસ આશ્રમ બ્રહ્મવિદ્યાપીઠમ આવેલી છે જેનો ઉદ્દેશ્ય પારંપારિક વેદાંતિક શિક્ષણનું સંવર્ધન અને પ્રચાર છે. પ્રખર વિદ્વાન જેવાકે સ્વામી વિવેકાનંદ સ્વામી રામ તીર્થ અને સ્વામી શિવાનંદ આદિએ અહીં શિક્ષણ લીધું હતું. ફેબ્રુઆરી ૧૯૬૮માં ધ બીટલ્સ નમના એક પ્રસિદ્ધ પશ્ચિમી બેંડે અહીં આવેલ હાલમાં બંધ થઈ ગયેલ મહર્ષી મહેશ યોગીના આશ્રમની મુલાકાત લીધી. [૬] જહોન લીનને અહીં, 'ધ હેપ્પી ઋષિકેશ સોંગ' નામે એક ગીત રચ્યું.[૭][૮] બીટ્લ્સે અહીં રહેતાં ૪૮ ગીત રચ્યાં જેમાંના મોટા ભાગે તેમના વ્યાઈટ અલ્બમ માં અવ્યાં છે. અન્ય ઘણાં કળાકારો અહીં યોગ અને સાધના કરવા માટે આવેલા હતાં
વાઈટ વોટર રાફ્ટીંગ તરીકે ઓળખાતો ધસમસ વહેતાં પાણીમાં તરાપા દોડનો ખેલ માટે આ સ્થળ ભારના અને બહારના ખેલાડીઓમાટે આનીતું સ્થળ બનતું જાય છે. આ ખેલ અનુકુળ એવો મધ્યમથી તીવ્ર પ્રવાહ આ સ્થળ ગંગા નદીમાં આપે છે જેને ત્રીજી અને ચોથી કક્ષાનો મનાય છે.[૧૦] આ સ્થળ હાઈકિંગ અને બેક પેકિંગનામના ખેલ માટે પણ પ્રસિદ્ધ છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: