શ્રી ધર્મનાથ ભગવાન જિનાલય - જામનગર | અતિ પ્રાચીન જિનાલય | લગભગ ૫૦૦ વર્ષ પ્રાચીન જિનાલય
Автор: Kajal ni Vaato
Загружено: 2024-09-27
Просмотров: 4721
#jaintirth
#parshwanath
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#paryushanspecial
#paryushan
#paryushan2024
#જૈનતીર્થ
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ
#સોમનાથ
પ્રભાસપાટણ
#જૈનસ્તવન
શ્રી ધર્મનાથ ભગવાન
શ્રી ધર્મનાથ ભગવાનના 3 ભવ થયા. પૂર્વ ભવનો પ્રભુનો આત્મા વિજય નામના વિમાનમાં હતા ત્યાં 32 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના રત્નપુરી નગરીના રાજા ભાનુની સુવ્રતા રાણીની કુક્ષીએ વૈશાખ સુદ 7ના દિવસે કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં ચ્યવન થયું. ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા.
પ્રભુ માતાના ઉદરમાં 8 માસ અને 26 દિવસ રહ્યા. મહા સુદ 3ના દિવસે પુષ્ય નક્ષત્રમાં મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. 56 દિક્કકુમારીકાઓએ આવીને સૂતિ કર્મ કર્યું. 64 ઈન્દ્રોએ મેરુ પર્વત પર 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો. પ્રાતઃ કાલે પ્રભુના પિતાએ જન્મોત્સવ મનાવ્યો.
પ્રભુ જન્મથી 4 અતિશય યુક્ત હોય છે. પ્રભુની જમણી જાંઘ વજ્રનું લંછન હતું. કાંચન વર્ણના અને 45 ધનુષ્યની કાયાવાળા હતા. પ્રભુ 2.5 લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. 5 લાખ વર્ષ રાજ્યનું પાલન કર્યું. પ્રભુને 19 પુત્ર હતા.
પ્રભુ 1 વર્ષ સુધી દરરોજ 1 કરોડ 8 લાખ સોનૈયાનું દાન આપે છે. દીક્ષા માટે રત્નપુરી નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળે છે. પ્રભુ નાગદત્તા શિબિકામાં બેસીને વપ્રગા વનમાં પધારે છે. ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠી લોચ કરે છે. છઠ્ઠનો તપ કરતાં 7.50 લાખ વર્ષની પાછલી ઉંમરે મહા સુદ 13ના દિવસે કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં 1000ની સાથે દીક્ષા લે છે. ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન થાય છે. દીક્ષાના સમયે ઈન્દ્રએ આપેલું દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી સોમનસ્ય નગરીમાં તે કે ત્રીજા ભવે મોક્ષગામી ધર્મસિંહના હાથે ખીરથી પ્રથમ પારણું કરે છે. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થયા. અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
પ્રભુ દીક્ષા પછી 2 વર્ષ પ્રમાદ નિંદ્રા કર્યા વગર અપ્રમત્ત પણે આર્ય દેશમાં વિચરતાં રત્નપુરી નગરીમાં વપ્ર ઉધાનમાં છઠ્ઠનો તપ કરતા દર્ધિપર્ણ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે પોષ સુદ 15ના દિવસે પુષ્ય નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. લોકાલોકના સર્વ ભાવોને દેખતા અને જાણતાં થયા. પ્રભુ 18 દોષ રહિત થયા. 8 પ્રાતિહાર્ય અને 34 અતિશય યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ મધ્ય સિંહાસન પર 540 ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે મોક્ષનો ઉપાય - કષાય સ્વરૂપને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપતાં અનેક સ્ત્રી પુરુષે દીક્ષા લીધી. તેમાં અરિષ્ટ આદિ 43 ગણધર થયા.
પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતાં કર્યોત્સર્ગ મુદ્રામાં 108ની સાથે જેઠ સુદ 5ના દિવસે પાછલી રાત્રે કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 2.5 લાખ વર્ષ અને 10 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. પ્રભુનું શાસન 3 સાગરોપમ - 0||| પલ્યોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના શાસનમાં ઉત્તમ પુરુષો ત્રીજા માધવ ચક્રવર્તી , સનત કુમાર ચક્રવર્તી , પાંચમાં પુરુષસિંહવા , પાંચમાં સુદર્શન બળદેવ , પાંચમાં નિશુંભ પ્રતિવાસુદેવ , પાંચમાં નારદ , નવમાં અજિતનાભ રુદ્ર થયેલ. પ્રભુના માતા પિતા સનત કુમાર દેવલોકમાં ગયા હતા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: