|| KYARE MALSHE EE DIVYADEEP || Manan Sanghvi || Parshv Nagshetia || A conversation with gurudev ||
Загружено: 2025-02-19
Просмотров: 45164
ક્યારે મળશે એ "દિવ્યદીપ"?
પરમારાધ્યપાદ ગુરુદેવ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા "દિવ્યદીપ" ના વિરહથી વ્યાકુળ યુવાશ્રાવકના ઉદ્ગારો એટલે પ્રસ્તુત ગીત.
જે ભગવંતના સાંનિધ્યમાં દુનિયાના દુઃખો ભુલાઈ જતાં અને પ્રશમરસનો અનુભવ થતો,
જે ભગવંતે વર્ષો સુધી પ્રભુ શાસનના ઉજ્જવળ સિદ્ધાંતો અને સંસ્કારોની ભેટ આપી,
જે ભગવંતે માતા-પિતા કરતાં પણ વધુ વાત્સલ્યમાં ભીંજવી પ્રભુનો માર્ગ સમજાવ્યો,
એવા પૂજ્ય ગુરુદેવનો વિયોગ કેવી રીતે સહી શકશું?
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની ગેરહાજરીમાં માત્ર શૂન્યતાનો અનુભવ થાય છે. કારણ કે:
કુટિલ કુનિમિત્તોથી અમારું રક્ષણ કરનાર તેઓશ્રીજી હતા.
જીવનમાં પ્રભુ આજ્ઞા રૂપી પ્રાણની પૂર્તિ કરનારા તેઓશ્રીજી હતા.
જીવનમાં અજ્ઞાનરૂપી ગાઢ અંધકારને ભેદનારા "દિવ્યદીપ" તેઓશ્રીજી હતા.
જીવનને પ્રભુ અને ગુરુભક્તિના રંગથી રંગનારા તેઓશ્રીજી હતા.
મોક્ષમાર્ગના સાર્થવાહ તેઓશ્રીજી હતા.
તેઓશ્રીજી જ અમારું અસ્તિત્વ હતા.
અનંતકાળ પછી આપના જેવા પ્રકૃષ્ટ શુભગુરુની પ્રાપ્તિ થઈ...
આપની છત્રછાયામાં સતત અપૂર્વ અનુભૂતિઓ થતી રહી...
આપની પાસે ભગવાને ભાખેલા શુદ્ધધર્મને શ્રવણ કરવાનો અવસર મળ્યો...
આપનો આ પ્રસાદ ફરી ક્યારે મળશે?
ગુરુદેવ, આપ તો પરમસમાધિમય જીવનને જીવી પંડિતમૃત્યને વરી ગયા. પણ "દિવ્યદીપ" ના અસ્તમાં અમારો ઉદય કેવી રીતે થશે?
મનમાં સતત એક જ પ્રશ્ન થાય છે:
હે પ્રભો, આપ ફરી ક્યારે મળશો?
Singer - Manan Sanghvi & Parshv Nagshetia
Lyrics - Pujya sadhviji bhagwant & Jayshreeben kothari
Music - Upstrings Music Studio (Jainam Mehta)
Video - Nemishwara creation
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: