SHREE PPS HIGH SCHOOL VANDA SANSKRIT GAURAV YATRA PART-01
Автор: Dipak Zadaphiya (dp)
Загружено: 2025-08-06
Просмотров: 264
આપણી શાળા શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામા સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી કરવામાં આવી જે નીચે મુજબ છે. પ્રથમ દિન સંસ્કૃત ગૌરવ યાત્રા- તા.૦૬-૦૮-૨૦૨૫ યોજવામા આવી જેમા સંસ્કૃત ભાષાનું ગૌરવ,સંરક્ષણ,સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા.તેમાં યાત્રા પ્રારંભ સંસ્કૃત શ્લોક દ્વારા કરવામા આવ્યો. બાળકો તથા સામાજિકોને આનંદપૂર્વક સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડવામાં આવ્યા તે દરમ્યાન સંસ્કૃતના ગીતો, સુભાષિતો સંસ્કૃત ગરબા સાથે ઉજવણી કરવામા આવી સાથે સંસ્કૃત ગૌરવ દર્શિત સૂત્રોચાર રોહીતભાઇ ઓઝા દ્વારા કરાવવામા આવ્યા.. વિવિધ સરકારી સંસ્થાઓ દા.ત. આર્મી નેવી, એરફોર્સ, પોસ્ટ, દૂરસંચારનિગમ, દૂરદર્શન ભારત સરકાર વગેરેનાં ધ્યેય વાક્યો જે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. તે સંસ્થાના નામ સાથે બેનર સ્વરૂપે પ્રદર્શિત કરવામા આવ્યા હતા. સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન વેદો, પુરાણો, ઋષિઓ,વિદુષીઓ, સંસ્કૃત સાહિત્ય કૃતિઓ અને સાહિત્યકારોના ચિત્રો પ્રદર્શિત કરવામા આવ્યા હતા. આ તકે ચિત્ર સ્પર્ધા, રંગોળી હરીફાઇ વિગેરે યોજવામા આવી હતી. તમામ કાર્યક્રમનું આયોજન અને ઉજવણી સંસ્કૃતના ઉ.મા.શિક્ષિકા શ્રી નીતાબેન ભટ્ટ તેમજ મા.શિક્ષક શ્રી જગજીવનભાઇ ગજેરા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: