દશરથરાજા ના આંગણ રામની લીલા (નીચે લખેલું છે) - Shree Ram kirtan - Gujarati devotional songs 2023
Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Загружено: 2023-08-26
Просмотров: 157523
Lunch Box with Steel 👇👇
Shop Now: https://amzn.to/48POhfe
#mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #સત્સંગ #કીર્તન #rambhajan #dasharatha #mahilamandalbhajans #satguru_ke_bhajan #satsang_world #GUJARATI_RAM_BHAJAN
#રામ_ભજન #ગુજરાતી_ભજન #ramayan #ramadan #ramayanam #ram_bhajan #RAMAYAN_SAR_BHAJAN #ramayan_path #raghupatiraghavrajaram #rambhajan #ram
#ramayan #gujarati_bhajan #ram_bhajan #ram_siya_ram_siya_ram_jai_jai_ram #krishnabhajan
#kanha_bhajan #viral #viralvideo #viralbhajan #gujarati_bhajan #gujarati_satsang
======= દશરથરાજા ના આંગણ રામની લીલા ======
આવું મંગળ દશરથજીનું આંગણું રે
ત્યાંતો ખેલે છે નાના બાળ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામ લક્ષ્મણ બંને ભાયું ખેલતા રે
સાથે ખેલે ભરતને શત્રુઘ્ન
આવું મંગળ દશરથજીનું આંગણું રે
વિશ્વામિત્રએ યજ્ઞ હવન આદરીયા રે
એનો યજ્ઞ પૂરો રે નવ થાય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
ઋષિ આવ્યા દશરથના રાજમાં રે
રાજા દોડીને લાગ્યા એને પાય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા મધુરી વાણી એવી બોલિયાં રે
જે રે જોયે એ માંગો ૠષિરાય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામ લક્ષ્મણને મારી સાથે મોકલો રે
મારા યજ્ઞનું કરવા રખવાળ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા દશરથ કૌશલ્ય વિચાર કરે રે
રામ લક્ષ્મણ છે નાના નાના બાળ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા આવુ મનમાં નવ વિચારજો રે
રામ ચૌદ ભુવનનો છે નાથ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
માતા એ રામ લક્ષ્મણને તૈયાર કર્યાં રે
પછી સોંપ્યા ઋષીરાયને એના હાથ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામ ઋષિને માળા અર્પણ કરે રે
લાગે ઋષિરાયને પાય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામે તાડકાનો વધ વનમાં કર્યો રે
રામે અહિલ્યાનો કર્યો છે ઉદ્ધાર
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા જનક ઋષિને મળવા આવિયા રે
રાજા પૂછે બાળકનો પરિચય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા દશરથના છે બેય બેટડા રે
રામ લક્ષ્મણ છે એવા એના નામ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા જનકએ ધનુષ યજ્ઞ આદર્યો રે
રાજાએ રાખ્યો સીતાનો સ્વયંવર
આવું મંગળ દશરથજીનું આંગણું રે
દેશ પરદેશના રાજાને તેડાવ્યા રે
રાજાએ તેડાવ્યા રામને લક્ષ્મણ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
કોઈ રાજાથી ધનુષ નવ ઊપડ્યું રે
એ તો હલ્યુ નથી તલભાર
આવું મંગળ દશરથજીનું આંગણું રે
ઋષિએ રામને આશીર્વાદ આપીયા રે
રામ ઉપાડજો જમણે હાથ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામે રમતાને ધનુષ ઉપાડીયા રે
એના કટકા થયા છે ત્રણ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
સીતાએ રામને વરમાળ અર્પણ કરી રે
સીતા લાગે રામને પાય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા દશરથને સંદેશ મોકલ્યા રે
તમે જોડી આવો જાજેરી જાન
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રથ હાથી ઘોડાને લીધી પાલખી રે
ત્યાં જાનૈયાનો નથી કોઈ પાર
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રાજા જનકએ જમણવાર આપિયો રે
એને જુગતે જમાડી છે જાન
આવું મંગળ દશરથજીનું આંગણું રે
રામ સીતા મંડપમાં શોભતા રે
એને દર્શન કરે છે નરનાર
આવું મંગળ દશરથજીનું આંગણું રે
ચારે ભાયું પરણીને અવધ આવિયા રે
માં ને હૈયે હરખ નવ માય
આવું મંગળ દશરથજીનું આંગણું રે
તારા ભક્તો નમે છે પુરા ભાવથી રે
આશિષ દેજો અયોધ્યાના નાથ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
આવું મંગળ દશરથજીનું આંગણું રે
ત્યાંતો ખેલે છે નાના બાળ
આવું મંગળ દશરથજીનું આંગણું રે
Album: દશરથરાજા ના આંગણ રામની લીલા
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: