બોવ મસ્ત છે કીર્તન સાંખી 👇 લખેલુbhajansong
Автор: i khodiyar official
Загружено: 2025-12-21
Просмотров: 2571
સાંખી
રોઈ રોઈ કોને કહું વાતડી અને શરીર સુકાઈ જાય
પણ રાધા કે કાન મને સાંભરે હરે રે મારા કાગળ કોણ લઈ જા
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
રાધાજીના મનડા મુંજાણા મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
માતા જશોદા અન નથી જમતા
રોઈ રોઈને શરીર સુકાયા મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
રાધાજી ના મનડા મુંજાણા મથુરામાં કાગળિયા કોણ લઈ જા
ગાયુ તમારી નિર્ણય નથી ખાતી
જુરી જુરી સાંકળુ તોડાવે મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
રાધાજીના મનડા મુંજાણા મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
ગોવાળ તમારી વાટુ જોવેએ છે
તમ વિના વનરાયુ સુની મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
રાધાજીના મનડા મુંજાણા મથુરામાં કાગળિયા કોને લઈ જાય
ગોપીઓ તમારી વાટુ જોવે છે
તમ વિના રાસ કોણ ખેલે મથુરામાં કાગળિયા કોને લઈ જાય
રાધાજીના મનડા મુંજાણા મથુરામાં કાગળિયા પણ લઈ જાય
રાધાજી તો ગભરાવાની લાગ્યા
હૈયુ રહેતું નથી હાથ મથુરામાં કાગળિયા કોણ લઈ જાય
નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
દેજો વાલા વ્રજમાં વાસ મથુરામાં કાગળિયા કોણ લઈ જાય.
🌷🙏🙏🙏🌷
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: