એકાદશીનું કિર્તન - દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય - દક્ષાબેન ( ભક્ત બોડાણો હાથમાં તુલસી વાવી જાય)
Автор: Nimavat Vasantben
Загружено: 2024-06-16
Просмотров: 155122
દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
કૃષ્ણ સુદામા જેવી જોડી રે કહેવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
પૂનમે દ્વારિકામાં સંઘ એક જાય છે
હાથમાં તુલસી વાવી બોડાણા જોડાય છે
હોશે હોશે ગંગા બાઈ એ આપી છે વિદાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
રંગીલો રંગમાં એવો રંગાય છે
પગે ચાલીને દ્વારિકા પૂનમ ભરવા જાય છે
સિત્તેર વરસની એની ઉંમર થઈ જાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
રણછોડરાય આજે હું સાચું જણાવું
પગ જકડાય તેદી કેમ કરી આવું
ગાડુ લઈને આવો એમ કહે રણછોડરાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
ગાડું લઈને બોડાણા દ્વારિકામાં જાય છે
ભાવ ભર્યા ભૂધરજી ભાવમાં ભીંજાય છે
પ્રભુ કહે તમારી વાટ તો જોવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
છાનો માનો છોગાળો છટકી રે જાય છે
આત્મા પરમાત્મા બેય ભેગા રે થાય છે
રણછોડરાય ડાકોર નો ઠાકોર કહેવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: