રાજમાતા મીનળદેવી // સોલંકી રાજવંશ // Rajmata Minaldevi
Автор: DBSpeaks
Загружено: 12 мар. 2023 г.
Просмотров: 14 040 просмотров
@DBSpeaks
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ઘણી ઓછી મહિલાઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જેમાં રાજમાતા મીનળદેવી સર્વોચ્ચ છે. આજના આ વીડીયોમા આપણે તેમના અંગે જણાવવાનો પ્રયત્ન કર્યો છે.
મીનળદેવી કર્ણાટકના રાજા જયકેશીની દીકરી હતા. મીનળદેવી બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી હતા. તેમજ તો યુધ્ધકળા પણ જાણતા હતા.
મીનળદેવી ઉમરલાયક થતા તેમના લગ્ન અંગેની વાતચીત ચાલતી હતી. ત્યાં એક દિવસ દરબારમા કોઈ પુરોહિત રાજા કર્ણદેવનુ ચિત્ર લઈને આવ્યા. કર્ણદેવનું ચિત્ર જોતા જ મીનળદેવી તેમના પ્રેમમા પડી ગયા અને પિતાને કહ્યું કે હું પરણીશ તો માત્ર તેમને જ પરણીશ અથવા હુ મૃત્યુ પસંદ કરીશ.
કર્ણદેવના ચિત્રથી આકર્ષાયેલી મીનળદેવી (મયણ્લ્લા) પિતાની સંમતિથી અણહિલ્લવાડ આવી કર્ણદેવના માતા ઉદયમતિને મળ્યા અને તેમને પોતાના રાજા કર્ણદેવ પ્રત્યેના પ્રેમ અંગે જણાવી રાજા કર્ણદેવ સાથે લગ્ન અંગે પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
સૌ પ્રથમ રાજમાતા મીનળદેવીએ આંતરિક વિવાદને સમાવ્યો હતો . તે ઉપરાંત મહામંત્રી તરીકે તેમણે યુવા મુંજાલની નિમણૂક કરી સામંતો પર લગામ કસી રાજ્યને સબળ, દૂરંદેશી ભર્યું નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
રાજ્યના દરેક નાગરિક નાનામાં નાની ફરિયાદ માટે મીનળદેવીનો સંપર્ક કરી શકે એવી અસરકારક વ્યવસ્થા તેમણે ગોઠવી હતી.
તેમની ન્યાયપ્રિયતાના કેટલાક યાદગાર ઉદાહરણ પૈકી ધોળકાનું મલાવ તળાવનુ ઉદાહરણ મુખ્ય છે.
ધોળકાના મલાવ તળાવને સુંદર અને નયનરમ્ય બનાવવા માટે તાળવના કાંઠા ફરતી દેરીઓ મુકાવવાની તેમની યોજના હતી, પરંતુ વચ્ચે એક વિધવા સ્ત્રીનું ઝૂંપડું આડશરૂપ બનતું હતું અને એ સ્ત્રીએ જગ્યા ખાલી કરવાનો ઈનકાર કરી રહ્યા હતા. મીનળદેવીએ તેની લાગણીને માન આપીને તેનુ ઝુંપડુ રહેવા દઈને તળાવનો ખાંચો પાડીને કાર્ય પૂર્ણ કર્યુ હતુ.
સિધ્ધરાજ યુવાન થતાં તેને સત્તા સોંપી પોતે જુદા જુદા દેવસ્થાનની યાત્રા કરવા નીકળી પડ્યા હતા. એક વાર તેઓ સોમનાથની યાત્રાએ હતા રસ્તામા બાહુલોદ નામના સ્થળે જ્યાં વેરો લેવાતો હતો ત્યાં તો પહોંચ્યા. તેમણે જોયુ કે કેટલાક લોકો ખાસ કરીને કેટલાક સાધુ સંતો અને ગરીબ યાત્રાળુઓ નિરાશા સાથે પરત ફરી રહ્યા હતા. મીનળદેવીએ તેમની આ નિરાશાનુ કારણ પુછતા તેઓએ કહ્યુ કે આ યાત્રાવેરાના કારણે તે લોકો સોમનાથના દર્શન નથી કરી શકતા એટલે તેઓ વગરા દર્શને જ પાછા વળી રહ્યા છે.
તેમની આ વાત સાંભળી રાજમાતા મીનળદેવી પણ દર્શન કર્યા વગર જ પાછા વળી ગયા.
પાટણ પહોંચી સઓ પ્રથમ સિદ્ધરાજને કહી સોમનાથનો યાત્રા વેરો દૂર કરાવ્યો હતો.
મીનળદેવીની પ્રેરણાથી સિધ્ધરાજ જયસિંહે અનેક વાવ, કુવા, વિશ્રામ ગૃહ અને દેવાલય બંધાવ્યા હતા.
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#સોલંકીવંશ #dbspeaks #Rajmata #gujarathistory #મીનળદેવી

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: