હનુમાનજી દર્શન કરાવો મને રામના ll કીર્તન લખેલ છે ll જયશ્રીબેન બાલધા
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2024-02-14
Просмотров: 14902
હનુમાનજી દર્શન કરાવો મને રામના,
રામના હો સીતારામના.....
હનુમાનજી દર્શન કરાવો મને રામના,
તુલસીદાસને દર્શન કરાવ્યા,
જીવન એના સફળ બનાવ્યા,
હા રે મારી અરજી લેજો ધ્યાનમાં, હનુમાનજી દર્શન કરાવો મને રામના,
દર્શનની ઝંખના જાગી છે દિલમાં,
રટણ રામનું રહે સદા મનમાં,
હારે હુંતો મસ્ત રહું છું એના ધ્યાનમાં,
હનુમાનજી દર્શન કરાવો મને રામના,
કામકાજમાં દિલ નથી લાગતું,
મનડુ સદાય રામ પાછળ ભાગ તું,
હારે મને ગાંડી ગણે આખું ગામડુ,
હનુમાનજી દર્શન કરાવો મને રામના,
નીંદર કરું ત્યારે નીંદર નથી આવતી,
રામના દર્શન વિના ચેન નથી પડતું,
હારે મન રહેતું નથી મારું ભાનમાં,
હનુમાનજી દર્શન કરાવો મને રામના,
રામના દર્શન વિના જીવનમાં ઝેર છે,
દર્શન કરાવો તો જીવનમાં લહેર છે,
હારે રામદાસ ગાય છે તાનમાં,
હનુમાનજી દર્શન કરાવો મને રામના
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: