એકાદશી કિર્તન - તન મન પાવન કરવાનું આજ એકાદશી - વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)વરુથીની એકાદશી ચૈત્રમાસ
Автор: Nimavat Vasantben
Загружено: 2025-04-22
Просмотров: 17746
સાખી -
એકાદશી કરીએ ભાવથી ધરીએ અંતરમાં ધ્યાન
દ્વારિકાધીશ રાજી થશે તો કરશે ભવથી પાર
કિર્તન -
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
આજે હરિજન હૈયે હોંશ ઘરી
કરો ભજન પ્રભુ નું ભાવધરી
આજે અવર ઉપાધિ અલગ કરી
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
આજે હરિજનને હરિમય થાવું
આજે અન્ય સ્થળે નવ અથડાવું
આજે પ્રભુ ભજન અમૃત પીવું
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
ઉત્તમ વ્રત એક જ એકાદશી
હરિજન વૈષ્ણવને હૃદય વસી
આજે કિર્તન કરવું કમર કસી
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
આજે કામ ક્રોધને નિવારી
ખોટી ખટપટ ને તો દૂર કરી
આજે રામ રટણ ને બાંધો કસી
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
આ એકાદશી તારણ તરણી છે
એ તો સ્વર્ગે જવાની નિસરણી છે
એ તો ભવસાગર તારિણી છે
આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: