Live: શ્રી દાસજીયા ગોગા મહારાજ નાગપંચમ 2025 | Shree Dasajiya Goga Maharaj Nagpanchami 2025
Автор: Dasajiya Goga Maharaj
Загружено: 2025-08-12
Просмотров: 3162
આશરે ૧૨મા સદીમાં હાલના દાસજ ગામનું ક્ષેત્ર ઘન જંગલથી ઘેરાયેલું હતું. કથાઓ અનુસાર, માળવાના એક રાજાએ ખોટા આક્ષેપોથી એક દાસીને હટાવી દીધી, જે પોતાની સંપત્તિ અને સગાંઓ સાથે અહીં આવી. અહીં વાહન તૂટી પડતાં રાત્રિ રોકાણ થયું અને સ્વપ્નમાં એક સુખાકારી નગરીનાં દર્શન મળ્યાં. પાટણના રાજાએ કરમુક્ત ગામ વસાવવાની મંજૂરી આપી, અને દાસીના નામ પરથી ગામનું નામ “દાસજ” પડ્યું.
આ ભૂમિ નાગદેવતા ગોગાબાપાની પુણ્યસ્થળી બની. મહેસાણા જિલ્લાના જમનાપુર ગામના કાશીનાથ મહારાજે તપસ્યા બાદ દેવરાજ રબારીને પ્રસાદીરૂપે નાગદેવતાની પ્રતિમા આપી, જે દાસજ લાવવામાં આવી. માર્ગમાં ભૂલથી કરંડિયો જમીન પર મુકાતા નાગદેવતા કંથેરના ઝાડના રાફડામાં પ્રગટ થયા. સ્વપ્નમાં ગામના માજીને આદેશ મળ્યો કે અહીં દૂધ અર્પણ કરી મંદિર સ્થાપો અને ઝેર ઉતારવા ભૂવાજીની સેવા શરૂ કરો. ત્યારથી ગામમાં સર્પદંશ સહિત ઝેરી જીવના ઉપચારની પરંપરા ચાલતી રહી.
સમય જતાં નાના મંદિરનું વિસ્તરણ થયું. ૧૯૮૦માં યુવક મંડળ રચાયું અને ગોગા મહારાજના મંદિરના વિકાસનો સંકલ્પ લેવાયો. ભાવિકોના સહયોગથી મંદિર, યજ્ઞશાળા, સભાખંડ, રસોડાં, નિવાસગૃહ, પાણીની સુવિધા અને પંચદેવ સ્થાપના કરવામાં આવી – ગોગામહારાજ, ગણપતિ, હનુમાનજી, ભૂવનેશ્વરી માતા અને શિતળા માતા.
૨૦૦૨માં કારતક સુદ ૫ થી ૭ સુધી પંચકુંડી મહાયજ્ઞ અને ૧૨૧ કુંડી અતિરૂદ્રયજ્ઞ સાથે નવીન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં લાખો ભક્તોએ હાજરી આપી. દાદાના પરચાઓ પ્રસિદ્ધ થયા – ગામને તીડના ટોળાથી, પશુધનના રોગોથી અને લોકોના સર્પદંશથી ઉગારવાનું ચમત્કારિક કાર્ય નોંધાયું. ભક્તિપૂર્વક કરેલી માનતો પૂર્ણ થતી રહી.
આજે “જય દાસજીયા ગોગા ટ્રસ્ટ” મંદિરનું સંચાલન કરે છે. નાગપંચમીના મેળામાં આશરે દોઢ લાખ ભક્તો આવે છે. ગોગાબાપાની કૃપાથી દાસજ ગામ અને બહાર વસેલા ભાવિકો સુખી છે, અને સંકટમાં આશ્રય લેતાં નિરાશ થતા નથી. દાસજ હવે પંચદેવોની પવિત્ર ભૂમિ તરીકે જાણીતી છે, જ્યાં શ્રદ્ધા અને સેવા સાથે ભક્તો દાદાના ચરણોમાં શરણાગતિ સ્વીકારી આશીર્વાદ મેળવે છે.
સંપૂર્ણ ઇતિહાસ વાંચવા લિંક ઉપર ક્લિક કરો: https://dasajiyagogamaharaj.org/story/
દૈનિક દર્શન માટે અહીં ક્લિક કરો: https://dasajiyagogamaharaj.org/whatsapp
ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલ્લૉ કરો : / dasajiyagogamaharaj
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: