70 ભેંસોથી દિવસનું 400 લિટર દૂધ 🥛 | વાર્ષિક 35 લાખનું ટર્નઓવર 💰 | સફળ ડેરી ફાર્મ
Автор: FG dairy Farm
Загружено: 2026-01-12
Просмотров: 973
બધા પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલમાં 🙏
મિત્રો, આજે અમે એવા એક સફળ પશુપાલકની મુલાકાત લીધી છે, જેમણે આજથી 25 વર્ષ પહેલા માત્ર 1 ભેંસથી પોતાના તબેલાની શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે 100 જેટલા પશુઓ છે 🐃🐄
આ સફળ તબેલાના માલિક છે કાશીરામભાઈ, જે તીર્થગામ (બનાસકાંઠા) ના વતની છે.
કાશીરામભાઈના જણાવ્યા મુજબ, તેમના તબેલામાં કોઈપણ બહારના લેબર રાખવામાં આવ્યા નથી. તેઓ પોતે અને તેમની ફેમિલી મળીને સમગ્ર પશુપાલન વ્યવસાય જાતે જ સંભાળે છે 👨👩👦
તેમની પાસે પૂરતી જમીન હોવાને કારણે તેઓ મોટાભાગનો ચારો પોતે જ તૈયાર કરે છે, જેના કારણે ખર્ચ ઓછો થાય છે અને નફો વધારે રહે છે 🌱
👉 હાલમાં તેઓ દર મહિને આશરે 6 લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે, જેમાંથી અંદાજે 50% ખર્ચ બાદ 50% શુદ્ધ આવક તેમને મળે છે 💰
🏆 ઉત્તમ દૂધ ઉત્પાદન અને શ્રેષ્ઠ સંચાલનના કારણે કાશીરામભાઈને બનાસ ડેરી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાનના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
🐃 તેમની પાસે એવી ભેંસ પણ છે, જે દિવસે 24 લિટર દૂધ આપે છે, જ્યારે અન્ય ભેંસો દિવસે સરેરાશ 12 લિટર દૂધ આપે છે.
આ વિડિયો કાશીરામભાઈની 0 થી Hero સુધીની પ્રેરણાદાયક સફર રજૂ કરે છે, જે દરેક નવા તેમજ અનુભવી પશુપાલકો માટે ખૂબ જ માર્ગદર્શનરૂપ અને પ્રેરણાદાયક છે.
📌 જો તમને પશુપાલન, દૂધ ઉત્પાદન, ડેરી ફાર્મિંગ અને સફળ ખેડૂતની કહાનીઓ ગમતી હોય તો
👉 વિડિયો લાઈક કરો 👍
👉 ચેનલ સબસ્ક્રાઇબ કરો 🔔
👉 અને આ વિડિયો તમારા પશુપાલક મિત્રો સાથે જરૂરથી શેર કરો 📲
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: