પ્રાંતિજ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
Автор: Info Sabar GOG
Загружено: 2026-01-02
Просмотров: 46
પ્રાંતિજ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
ભરતી મેળામાં ૧૯ નોકરી દાતાઓ ઉપસ્થિત રહી ૨૫૨ યુવાનોની પ્રાથમિક પસંદગી કરી
*
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર તેમજ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એસ.દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA-ITI), પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં જિલ્લાના ઉત્સાહી ૫૫૬ ઉમેદવારોએ રોજગારી મેળવવા માટે પોતાની નોંધણી કરાવી હતી.
વિવિધ ક્ષેત્રોના કુલ ૧૯ નોકરીદાતાઓ (કંપનીઓ) આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાયક ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.ઇન્ટરવ્યુ અને સ્ક્રીનિંગના અંતે કુલ ૨૫૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી તેમને રોજગારીની તક પૂરી પાડવામાં આવી હતી.
આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી એચ.એચ. ગઢવી,ટ્રસ્ટીશ્રી, પ્રાંતિજ કેળવણી મંડળ શ્રી રઈસભાઈ કસ્બાતી,આચાર્યશ્રી, આઈ.ટી.આઈ. પ્રાંતિજ
શ્રી હેમંતભાઈ એસ. પટેલ,મંડળના કારોબારી સભ્યશ્રીઓ, સંસ્થાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: