🌷ભજન લખેલું છે🌷રામરસ પીવા જેવો છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮
Автор: Jayshree Raj
Загружено: 2025-11-30
Просмотров: 166
મારે નોતો પીવો ને મને પાયો રે
રામરસ પીવા જેવો છે (૨)
મારા ગુરુજીએ રામરસ પાયો રે
હરી રસ પીવા જેવો છે
મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે
હરિ રસ પીવા જેવો છે
મહેતા નરસિંહે રામ રસ પીધો
વાલે બાવન પરચા પુર્યા
ભક્ત પ્રહલાદે રામ રસ પીધો રે
રામરસ પીવા જેવો છે
મારે નોતો પીવો ને મને પાયો રે
રામરસ પીવા જેવો છે
ગોરા કુંભારે રામ રસ પીધો
વાલે બાળ સજીવન કીધા
તુકારામે રામરસ પીધો રે
રામરસ પીવા જેવો છે
મારે નોતો પીવો ને મને પાયો રે
રામરસ પીવા જેવો છે
બાઈ મીરાએ રામરસ પીધો
વાલે ઝેરના અમૃત કીધા
શબરી બાઈએ રામરસ પિધો રે
રામ રસ પીવા જેવો છે
વાલી સખીઓએ રામ રસ પીધો
વલા ભક્તોએ રામરસ પીધા
વાલો ભક્તો ની વારે આવતા રે
રામરસ પીવા જેવો છે
વાલા ભક્તોને દર્શન દીધા રે
રામરસ પીવા જેવો
મારે નોતો પીવો ને મને પાયો રે
રામરસ પીવા જેવો
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: