Shree Mota Hari Om Ashram Surat India
Автор: Umesh Patel
Загружено: 2021-12-07
Просмотров: 2007
અત્યાર સુધી ની મારી મોટરસાઇકલ ની સફર કુદરત ની ખોજ મા અને મારી મોજ મા હિમાચલ લેહ લદ્દાખ સિક્કિમ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ની સફર અને હવે અમદાવાદ થી સુરત તો ઘણી વાર ગયો પણ આજે ખાસ તો આજે મારી વાણી ને વિરામ આપવા ખાસ
(હરિઓમ મોટા આશ્રમ સુરત જહાંગીર પુરા) મા સોમવાર એ 7:10am થી રવિવાર સવારે 5:30am સુધી ની સફર મા મારા 143 કલાક ના મારા વિચાર
મૌન સંસ્કૃતમાં એક શ્લોક છે. “મૌનમ્ સર્વાર્થ સાધનમ્”. એટલે કે મૌન એ સૌથી શ્રેષ્ઠ સાધના છે. ખરેખર, મૌન એ ખુબ જ મોટી અને અઘરી સાધના છે. એનું મહત્વ પણ એટલું જ વધુ અને ઉત્તમ છે. મૌન માત્ર આંતરિક ઊર્જાની બચત નથી કરતું, આપણી અંદર નવીન ઊર્જાનો સંચાર પણ કરે છે. ગુસ્સો, આવેશ, વેર, દ્વેષ જેવી નકારાત્મકતા નષ્ટ કરે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે મૌન આપણને ગુસ્સો ભૂલવામાં તથા પરિસ્થિતિના દરેક પાસાઓને પારખવામાં મદદરૂપ થાય છે. માનસિક સુખની પ્રાપ્તિ કરાવે છે. મૌન જીવનમાં સકારાત્મક્તા લાવવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આપણી વિચારશક્તિને સશક્ત બનાવે છે. આપણને નિયમિત અને શિસ્તબદ્ધ બનાવે છે. આપણી અંદર આત્મવિશ્વાસની વૃદ્ધિ કરે છે. મૌન એ વ્યક્તિને શ્રેષ્ઠ શ્રોતા બનાવે છે, જે શ્રેષ્ઠ શ્રોતા હોય તે જ વિદ્વાન બની શકે છે અને કહેવાય છે કે જે વ્યક્તિ વિદ્વાન હોય છે એ હંમેશા વધુ પડતું બોલવા કરતાં પોતાના કર્મોથી પોતાની વિદ્વતા સાબિત કરવામાં વધુ માને છે. આવા લોકો જરૂર સિવાય ક્યારેય શબ્દોનો પ્રયોગ કરતાં નથી, મૌન રહે છે. અને એટલે જ તેઓ સફળતાની ઊંચાઈએ બિરાજે છે. મૌનના સ્વાસ્થયલક્ષી લાભ પણ છે… મૌન એટલે યોગની ઉત્તમ સાધના… આ મૌન અને શાંત ચિત્તે માત્ર પ્રભુ સ્મરણ કરવાથી ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફમાં પણ ઘણો ફાયદો થાય છે. મૌન દ્વારા મનને શાંત અને પ્રફુલ્લિત કરી શકાય છે અને એના કારણે લોહીની ઉણપ પણ શરીરમાંથી દૂર કરી શકાય છે. મૌનથી ગંભીર બીમારીઓ ભલે દૂર ન થાય પણ રાહત ચોક્કસ અપાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી આપણને એક નવી જ સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આપણી અંદર કોઈપણ ગંભીર બીમારી સાથે લડવાની શક્તિનો સંચાર કરે છે. કહેવાય છે કે જે ઓછું બોલનાર અને મૌનનો નિયમ પાળતા લોકો નીરોગી અને લાંબુ જીવે છે.
આમ મૌનના ઘણા ફાયદા છે. પણ આ મૌન છે શું? મૌન કોને કહેવાય?
ઋષિમુનિઓએ મૌન વિશે જણાવતા કહ્યું છે કે મૌન એટલે બોલવું નહીં, વાંચવું નહીં, કોઈ ઈશારા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પરિસ્થિતિ સર્જાય તોય પ્રતિક્રિયા નહીં. જ્યાં બેઠા છો બસ ત્યાં જ બેસી રહેવાનું અને એ પણ શૂન્યમનસ્ક. આ છે ખરું મૌનવ્રત.
મૌન અઘરું છે પણ અશક્ય નથી…
શું આજના સમયમાં આવી આકરી સાધના શક્ય છે ખરી? આપણે કહીશું, ના… શક્ય નથી. પણ હકીકતમાં શક્ય છે. બીજું કંઈ નહીં પણ પોતાની જીભ પર નિયંત્રણ રાખવું તો ચોક્કસ શક્ય છે જ. આપણા રોજીંદા જીવનમાં આખો દિવસ નહિ તો દિવસનો અમુક સમય જેમ કે જમતી વખતે, સવારે ઉઠ્યા પછી એકાદ કલાક, એ રીતે મૌન રહેવાનો નિયમ પાળી જ શકાય. શક્ય હોય તો મૌન દરમિયાન ખાવાપીવાનું પણ ટાળી શકાય. હવે મૌન ધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય કયો? તો જવાબ છે પ્રાતઃકાળનો. પ્રાતઃકાળ એટલે કે સવારના સમયે મૌન ખુબ જ ફળદાયી રહે છે. કારણ કે સવાર સવારમાં આપણું મન બાહ્ય નકારાત્મકતાથી દૂર હોય છે. એવા સમયે સકારાત્મક ઊર્જા વધારવામાં મૌન ખુબ જ ઉપયોગી બને છે. આપણું મન ખુબ જ ચંચળ છે. તેની વિચારયાત્રાને અટકાવવી અશક્ય છે. પણ સવારના સમયે તેની ગતિ ધીમી હોવાથી સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ સમયે મૌનવ્રત શક્ય હોય છે. અને ફળદાયી બને છે. ભલે એક જગ્યાએ બેસી ન રહી શકીએ. વાંચન ટાળી ન શકીએ. કોઈપણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપ્યા વિના ન રહી શકીએ પણ પોતાના શબ્દો પર તો નિયંત્રણ રાખી જ શકીએ. પેલી કહેવત છે ને, ‘ન બોલવામાં નવ ગુણ’. કોઈ વાર ચૂપ રહેવાથી પણ કેટલાય પ્રશ્નો ઉકેલાઈ જાય છે. સંબંધો સચવાઈ જાય છે. શબ્દો થકી સંબંધો બગડે એના કરતાં તો મૌન સારું જ ને! પણ હા, ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું એનું જ્ઞાન પણ જરૂરી છે, કોઈ ખોટી વાત થતી અટકાવવા બોલવું તો પડે જ. વિરોધ કરવો જ પડે. એ વખતે મૌન ના રહેવાય.
ચાલો ત્યારે આ અઘરી પણ ઉત્તમ સાધનાનો તમે પણ ક્યારેક પ્રયોગ કરી જો જો… એક સુંદર અનુભવ મળશે…! આ મૌન એકવાર તો રાખવા જેવુ હોં..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: