ફુલડા લ્યો કોઈ ફૂલડાં લ્યો ( નિસે લખેલું છે ) ભજન# કીર્તન# bhakti song
Автор: Sonal Radadiya
Загружено: 2025-06-13
Просмотров: 6179
સાખી.
એક સમયે શ્રી કૃષ્ણજીને રાધાજી પૂછે વાત.
હું વાલે કે બંસરી કહોને ગિરધર ગોપાલ. ત્યારે શ્રીકૃષ્ણ એમ બોલ્યા તમે સાંભળો રાધાજી વાત બંસરી અમને બહુ વાલી ને બંસરી અમારા પ્રાણ. ઘડિક અળગી થાય તો એમથી ના રેવાય
આટલો કીધું ને રાધાજી રીસાઈ ગયા ને પાસા પગલે જાય. ત્યારે શ્રીકૃષ્ણએ મનમાં વિસારી લીધુ માલણ નુ રુપ. 16 વર્ષની સુંદરી બનીને વાલો ફુલડા વેસવા જાય
ગીત.
કોઈ ફુલડા કોઈ ફૂલડાં લ્યો.
મારા મોંઘા મૂલ ના ફૂલડા લ્યો.
મારા રંગબેરંગી ફુલડા લ્યો.
વાલો શેરીએ શેરીએ સાદ પાડે.. કોઈ ફુલડા..
વાલે ચણીયો પેરો સે ઘેરવાળો.
વાલે ચુંદડ ઓઢી સે ચમકતી.
એની ચોરી સે પસરંગી રે.. કોઈ ફુલડા..
વાલે હાથમાં બંગડી પહેરી સે.
એના પગમાં ઝાંઝર શોભે છે.
વાલો રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે.. હોય ફુલડા...
માલણ તો રાજવંશી સે.
એ તો પાંચે ગુણમાં પુરી સે.
એ તો ફુલડા વેસવા માં શુરી સે.. કોઈ ફુલડા...
એમાં હાર ગુંજરી વેણી સે.
એમાં ચંપો ડોલરને ગુલાબ સે.
એમાં લરી લરી ફુલડા લટકે છે. કોઈ ફુલડા...
વાલો શેરીએ શેરીએ સાદ પાડે.
કોઈ ધનવાન હોય તે આવો ને. કોઈ ફુલડા...
રાધા જે બારણે આવે છે.
બાય સારા ફૂલ મારે લેવા છે.
મારા શ્યામને શોભે એવા સે. કોઈ ફુલડા....
રાધા જેના આંખમાં આંસુ સે.
બાય મારા ફતે પરદેશ ગયા.
જો એના રુસણા લીધા છે. કોઈ ફૂલડા...
માલણ ને ઓટલે બેસાડી.
માલણ તો હસી હસી બોલે છે.
તમે સાબ ઘરમાં લઈ જાવો. કોઈ ફુલડા...
રાધા છે ઘરમાં જાય છે.
શ્રી કૃષ્ણ હિંડોળે ઝૂલે છે
રાધાજી હસવા લાગ્યા છે. કોઈ ફુલડા...
સત્સંગ મંડળ ગુણ ગાય છે.
શ્રી કૃષ્ણ હિંડોળે ઝૂલે છે.
વાલે રાધાજીના રૂસણા ભાગ્યા છે .કોઈ ફુલડા...
કોઈ ફુલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: