🙏ભજનિયા ગાવા બોલાવે કનૈયો વેહલી પરોઢમાં... 🌺લખેલુ છે )
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2025-02-26
Просмотров: 15517
ભજનિયા ગાવા બોલાવે કનૈયો વેહેલી પરોઢ માં
પહેલું ભજન મે ગણપતિનું ગાશું
રિદ્ધિ સિદ્ધિ ના ગુણ ગાશું
કનૈયો ભજનમાં બોલાવે
બીજું ભજન અમે ભોળાનાથનું ગાશું
કાશીમાં જઈશું ને ગંગાજીમાં નાઈશું
ગૌરા માં ના ગુણલા ગાશું
કનૈયો ભજનમાં બોલાવે
ભજન ગાવા બોલાવે....
ત્રીજું ભજન અમે રામજી નું ગાશું
અયોધ્યા જઈશું અને સર્યો માં નાઈશુ
સીતા માં ના ગુણલા ગાશું
કનૈયો ભજનમાં બોલાવે
ચોથું ભજન અને રણછોડરાય નું ગાશું
દ્વારિકા જઈશુ ને ગોમતી માં નાઈ શું
લક્ષ્મી માં ના ગુણલા ગાશું
કનૈયો ભજનમાં બોલાવે
પાંચમું ભજન નામે રામાપીરનું ગાશું
રણુજા જઈશું ને રામ સરોવર નાઈ શું
નેતલ મા ના ગુણલા ગાશું
કનૈયો ભજનમાં બોલાવે
બીજા ભજન અમે સર્વ દેવના ગાશું
આનંદ આનંદ કરશું
કનૈયો ભજનમાં બોલાવે
ભજનિયા ગાવા બોલાવે....
🙏
Thanks
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: