કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો || Kashtabhanjandev No Rang Lagyo ||
Автор: Jemish Bhagat
Загружено: 2025-04-11
Просмотров: 2716432
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે….
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
શોભે સાળંગપુર ધામ, મારા મનનો વિશ્રામ
શોભે સાળંગપુર ધામ, મારા મનનો વિશ્રામ
દાદા પુરે છે હૈયાની હામ
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
દયાનો દરિયો મારા દાદા હનુમાન છે, કષ્ટ કાપ્યા દાસના પરચાના પ્રમાણ છે
દયાનો દરિયો મારા દાદા હનુમાન છે, કષ્ટ કાપ્યા દાસના પરચાના પ્રમાણ છે
જેનું પાવનકારી નામ, જપે થાય બધા કામ
જેનું પાવનકારી નામ, જપે થાય બધા કામ
દુઃખ કાપી સુખ આપે તમામ….
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
ફરકે ધજા રૂડી ઉંચા શિખર છે, દેવળમાં બેઠા દાદા ભવ્ય શ્રૃંગાર છે
ફરકે ધજા રૂડી ઉંચા શિખર છે, દેવળમાં બેઠા દાદા ભવ્ય શ્રૃંગાર છે
ભોળા ભક્તોનુ ઠામ, આવી કરે પ્રણામ
ભોળા ભક્તોનુ ઠામ, આવી કરે પ્રણામ
કૃપા પામે વિના મોલ વિના દામ….
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
ધન્ય ધન્ય દેવ મારા કષ્ટભંજન છે, મનડે વાલુ જેને રામનુ ભજન છે
ધન્ય ધન્ય દેવ મારા કષ્ટભંજન છે, મનડે વાલુ જેને રામનુ ભજન છે
ભક્તિ આપો નિષ્કામ,વાલા લાગે શ્રીરામ
ભક્તિ આપો નિષ્કામ,વાલા લાગે શ્રીરામ
ગુણ ગાયે ભગત આઠો જામ….
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે,
કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
મને કષ્ટભંજનદેવ નો રંગ લાગ્યો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: