Khetabapa sansthan vithon nakhtrana Kutch
Автор: Pravas dayri...🖌️
Загружено: 2025-10-12
Просмотров: 467
નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે આવેલા ખેતા બાપા સંસ્થાનની હજારો સહેલાણીઓ મુલાકાત લે છે. અહીં વિવિધ ઉત્સવો ઉજવાય છે. આ સ્થળને કરોડોના ખર્ચે આગામી સમયમાં વિકસાવાશે.અહીં ખેતા બાપા સંસ્થાન ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ સવલતો ઉભી કરવામા આવી છે. દરોજ 700 જેટલા લોકો અહીં મુલાકા લેે છે. પ્રવાસન સ્થળ યાત્રાધામ તરીકે વિકસાવાશે જેના માટે દાતા પરિવારના સહયોગથી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અહીં અન્નક્ષેત્ર ચાલુ કરવામા આવશે.
ભવિષ્યમા પશ્ચિમ કચ્છનું એકમાત્ર યાત્રાધામ ઉભું થશે તેવંુ દિલીપ નરસિંગણી તથા કાંતિ પટેલે જણાવ્યું હતું. છેલ્લા 417 વર્ષથી અષાઢી બીજ ઉત્સવ ઉજવાય છે. પુરીથી આવેલા સુભદ્રાજી રથનું પૈડું લોકોને જોવા માટે રાખવામા આવ્યું છે. 51 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ તળાવ પર શોભાયમાન છે. લોકોને રહેવા માટે એસી રૂમો પણ છે.
લગ્ન પ્રસંગો પણ ઉજવાય છે. 2007 મા ટ્રસ્ટની સ્થાપના કરાઈ છે. આમ તો 400 વર્ષથી આ બાપાનું સ્થાન છે પણ સમય પ્રમાણે વિકાસ કરાય છે. હાલમા ફોરલેનનું કામ ચાલુ છે જે થઈ જતાં સોનામા સુગંધ ભળશે. અહીં આવનારા સમયમા અન્નક્ષેત્ર તથા પ્રવાસીઓને વધુ સુવિધા આપવા માટે ટ્રસ્ટ પ્રયાસો કરી રહ્યું છે. અહીં વીરપુર જેવું યાત્રાધામ બનાવવાનું આયોજન છે. હાલ યાત્રાધામ એવા વિથોણના ખેતાબાપા સંસ્થાન ખાતે સનાતન ધર્મને ઉજાગર કરતાં વિવિધ ઉપદેશો, સંતો-મહંતો, ભગવાનની પ્રતિમા સહિત વિવિધ મંત્રોચ્ચાર આલેખિત કરાયા છે.
#india #Kutch #travel #khetabapa #ગુજરાત #ભુજ#મંદિર #હિમાચલ #સૌરાષ્ટ્ર #બાપાસીતારામ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: