આજ રે સપનામાં મેં તો નંદનો કુંવર દીઠો | Gujarati Krishna Bhajan | Dream of Nandlal
Автор: Amrit Bhakti Ras | Priti Prajapati
Загружено: 2025-12-26
Просмотров: 2059
આજ રે સપનામાં મેં તો નંદનો કુંવર દીઠો | Gujarati Krishna Bhajan | Dream of Nandlal
આજ રે સપનામાં મેં તો નંદનો કુંવર દીઠો જો 🌸
વાંસલડી વગાડે સાહેલી મારા સપનામાં...
આ ભજન એક ગોપીના સ્વપ્નનું અલૌકિક વર્ણન છે,
જ્યાં શ્રીકૃષ્ણ પ્રેમ, માધુર્ય અને આત્મિક બંધન બની આવે છે.
🎶 આ ભજન સંપૂર્ણ રીતે મારા સ્વર માં ગવાયેલું છે.
📸 Visuals / Images AI Generated છે.
📜 Lyrics પરંપરાગત લોકભજન પરથી પ્રેરિત છે.
🎧 No copyrighted audio or video is reused
ભજનના શબ્દો (Lyrics – Traditional / Common Version)
આજ રે સપનામાં મેં તો નંદનો કુંવર દીઠો જો
વાંસલડી વગાડે સાહેલી મારા સપનામા
મોહિની મુરત જોતા મનડુ મોહ્યુ જો
કાળજડુ કોરાણું સાહેલી મારા સપનામાં
છેલ છબી લે કામણ એવા કીધા જો
ધનને મનને વારી સાહેલી મારા સપનામા
વરમાળા તો વાલમને પહેરાવી જો
ચુંદલડી ઓઢી રે સાહેલી મારા સપનામાં
પાનેતર મેં પહેર્યું સુંદર વરનું જો
ચુડલો રે પહેર્યો સાહેલી મારા સપનામા
ટીલડી મેં તો ચોડી વિઠ્ઠલ વરની જો
ગોકુલ સાસરુ ગોત્યું સાહેલી મારા સપનામા
ચોરીના ફેરા ફરતા હૈયુ હરખે જો
ભવો ભવનો સાથી સાહેલી મારા સપનામા
મનના માન્યા મોહન વરને પરણી જો
કંકુ વર્ણા હાથે સાહેલી મારા સપનામા
ગોપીના કાને પ્રેમના બંધન બાંધ્યા જો
દિલમાં થઈ દિવાળી સાહેલી મારા સપનામા
આજ રે સપનામાં મેં તો નંદનો કુંવર દીઠયો જો
વાંસલડી વગાડે સાહેલી મારા સપનામા રે
જો તમને શ્રીકૃષ્ણ ભક્તિ, સપનામાં કૃષ્ણ દર્શન,
અને માધુર્ય રસના ભજન ગમે તો
વિડિયો Like કરો 👍
ચેનલ Subscribe કરો 🔔
અને ભક્તિરસ આગળ વધારવામાં સહયોગ આપો 🙏
💐 Radhe Radhe 💐
#krishnabhajan #gujaratibhajan #radhakrishna
#amritbhaktiras
#viral
#trending
#trendingsong
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: